ગાંધીનગરની ખુરશીઓ હલવાની તૈયારીમાંઃ ખેડૂતને જાહેરમાં લાફા મારવા પડશે ભારે, MLAનું માગ્યું રાજીનામુ- Video
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ મળેલી અટલ ભુજલ યોજનાની બેઠક દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પર થયેલા હુમલાનો વિવાદ હવે ગાંધીનગર સુધી…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ મળેલી અટલ ભુજલ યોજનાની બેઠક દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પર થયેલા હુમલાનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે. જનતાને રજૂઆત કરવા આવે ત્યારે નેતાઓ પોતાની ખુરશીનું જોર બતાવી માર મારે તેવા દિવસો અંગ્રેજોના જમાનામાં જતા રહ્યા હવે તો જનતાને મોં તોડ જવાબ આપવાની પણ આઝાદી છે. આવી જ આઝાદીનો પ્રયોગ આજે બનાસકાંઠામાં ખેડૂતો કરી રહ્યા છે. દિયોદર ધારાસભ્ય કેશાજીના સમર્થકે ખેડૂત આગેવાન પર હુમલો કર્યાનો વીડિયો સામે આવ્યો હતો. ખેડૂતને છડેચોક જાહેરમાં રાજકીય દ્વેષ રાખી વારંવાર રજૂઆત કરવા કેમ આવે છે તેનો ગુસ્સો રાખી લાફો મારવાના મામલામાં હવે ખેડૂતોના મનમાં આગ લાગી છે. ખેડૂતનું જાહેરમાં અપમાન હવે ખેડૂતો સહન કરવાની તૈયારીમાં લાગી રહ્યા નથી. દિયોદર ધારાસભ્ય કેશાજીના રાજીનામાની માગને લઈ ખેડૂતોએ દિયોદરથી ગાંધીનગર સુધી કુચયાત્રાનો પ્રારંભ કર્યો છે.
શું હતો મામલો?
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત અધિકારીઓની હાજરીમાં અટલ ભુજલ યોજનાને લઈ એક બેઠક મળી હતી અને જે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોને બોલાવાયા હતા. જોકે આ બેઠક પૂર્ણ થઈ તે બાદ ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને કોઈ શખ્સએ બોલાચાલી કરી લાફો મારતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ સમગ્ર જિલ્લાના ખેડૂત આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જોકે આ વીડિયોને લઈને ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે ખેડૂત આગેવાન પર હુમલો કરનાર શખ્સ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનો સમર્થક હતો અને તે બાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ થઈ રહી છે.
અમરાભાઈ (ખેડૂત આગેવાન)
અલે લે લે… PMO અધિકારીની આ હાલત… ! ચિટર કિરણને ફરી લવાયો અમદાવાદ, જાણો કયા કેસમાં?
ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા
મહત્વની વાત છે કે ઘટનાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે દિયોદરની પ્રાંત કચેરી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હુમલો કરનાર કેશાજી ચૌહાણના સમર્થક સામે કડકમાં કડક કાર્યવાહી કરી ધારાસભ્ય કેશાજી ચૌહાણનું રાજીનામું માંગવા માગ કરાઈ હતી અને ખેડૂતોએ ધરણાના પ્રારંભ કર્યા હતા. જોકે પ્રાંત કચેરી ખાતે ધરણાં કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે ખેડૂતોએ આજે દિયોદરના સણાદરથી ગાંધીનગર સુધી કૂચનો પ્રારંભ કર્યો છે. ખેડૂત નેતા પાલ આંબલીયા અને ખેડૂત આગેવાન અમરાભાઇની આગેવાનીમાં અનેક ખેડૂત સંગઠનો સહિત દિયોદર સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો સહીત મહિલા ખેડૂતો અને વડીલ ખેડૂતો ગાંધીનગર જવા કુચમાં રવાના થયા છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં ઉકેલ ના મળ્યો તો ખેડૂતોની દિલ્હી જવાની તૈયારી
સણાદરથી નીકળેલી ખેડૂતોની આ કુચયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અલગ અલગ ગામોમાં આ કૂચનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ ગામોના લોકો પણ આ કુચમાં જોડાતા જઈ રહ્યા છે. મહત્વની વાત છે કે સણાદરથી આજે સવારે નીકળેલી ખેડૂતોની આ કુચ ગામે ગામ ફરી 18 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરાશે. જોકે ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે કે, ગાંધીનગર રજૂઆત કરાયા બાદ જો કોઈ ઉકેલ નહીં આવે તો આ ખેડૂતો ફરી દિયોદરથી દિલ્લી સુધી કુચ યોજશે. ત્યારે આજે તો ખેડૂતોની કુચ ગાંધીનગર જવા રવાના થઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે, કુચ ગાંધીનગર ક્યારે પહોંચે છે અને શું નિરાકરણ આવે છે. જોકે આ સમગ્ર મામલાને લઈ જેની પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જેના રાજીનામાની માંગ થઇ રહી છે તે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનો ટેલીફોનિક સંપર્ક કરતા કેશાજી ચૌહાણ આ સમગ્ર મામલે કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે. હવે જોવું રહે છે કે ખેડૂતોના આંદોલનથી ગાંધીનગરની ખુરશીઓ કેટલી હલે છે અથવા રાજનેતાઓ ખેડૂત આંદોલનની ચિંગારીને આગળ વધતી કેવી રીતે અટકાવે છે.
ADVERTISEMENT