વલસાડઃ નાનકવાડા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ થયો ધરાશાયી, 3ને ઈજા, અન્ય લોકો ઈમારતમાં ફસાતા રેસ્ક્યૂ
કૌશિક જોશી.વલસાડઃ વલસાડમાં આવેલા નાનકવાડા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. જેને લઈને 108 એમ્બ્યૂલન્સ વાતે તુરંત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા…
ADVERTISEMENT
કૌશિક જોશી.વલસાડઃ વલસાડમાં આવેલા નાનકવાડા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. જેને લઈને 108 એમ્બ્યૂલન્સ વાતે તુરંત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ બિલ્ડિંગની અંદર ફસાયા હોવાની પણ વિગતો સામે આવતા તંત્ર દ્વારા તમામના રેસ્ક્યૂ ઓપરેશનને લઈને તાત્કાલીક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
તંત્રનું સફળ થયું રેસ્ક્યૂ ઓપરેશન
વલસાડના નાનકવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામે આવેલા નિધિ એપાર્ટમેન્ટના બાલકનીનો સ્લેબ ધરાશાયી થતા ૩ જણને ઈજાઓ પહોંચી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડ્યા છે. હાલ અન્ય ચાર વ્યક્તિ બિલ્ડિંગના અંદર ફસાયા હોવાથી વલસાડ નગરપાલિકા ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. વલસાડ શહેરમાં અવારનવાર ચોમાસાને કારણે ઘરોના સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
સવા 3 વર્ષ પછી જમ્મૂ-કશ્મીરમાં 370 કલમવાળા બદલાવને પડકારતી અરજીઓ પહોંચી સંવિધાન પીઠ સામે
આજરોજ સાંજના સમયે વલસાડના નાનકવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામે આવેલા નિધિ એપાર્ટમેન્ટના દાદરના ભાગનો સ્લેબ ધારાશાયી થતાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને બિલ્ડીંગમાં ફસાયેલા ચાર જેટલા લોકોનું વલસાડ નગરપાલિકા ફાયરની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લઈને લોકોએ અને તંત્રએ પણ હાંશકારો અનુભવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT