શરીર સંબંધો માટે ભરુચના મહિલા રાજકીય નેતાએ 10 વર્ષ નાના કાર્યકરને કર્યો બ્લેકમેઈલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચઃ રાજકારણમાં કેવા કેવા ખેલ થાય છે અને ખેલ ખેલમાં કેવું રાજકારણ થાય છે તે બધું જ આપણે જોયું છે. હાલમાં આવા જ એક ખેલ અને રાજકારણ વચ્ચેના ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે. જેમાં એક કાર્યકરે મહિલા નેતા સામે પોતાના શારીરિક શોષણને લઈને ફરિયાદ કરી છે. ચોંકાવનારા ખુલાસાઓમાં તેણે કહ્યું છે કે, આ મહિલા નેતા પોતાની હવસ સંતોષવા માટે પોતાને બ્લેકમેઈલ કરીને શરીર સંબંધો બંધાવતી હતી. યુવક આમ તો આ મહિલા નેતા કરતાં 10 વર્ષ નાનો હોવાનું પણ સામે આવ્યું છે. પોતાનાથી નાની ઉંમરના યુવાનમાં મહિલા નેતાને એવો રસ પડ્યો કે બંને વચ્ચેના આ સંબંધો રાજકીય ઓટલે ચર્ચાના કેન્દ્રમાં થઈ ગયા હતા અને હવે તો આ લેખિત અરજીને કારણે આ ચર્ચામાં એક અલગ જ માહોલ બન્યો છે.

સેક્સ માણ્યા પછી બદનામ કરવાની આપતા ધમકી
ભરૂચના રાજકીય પક્ષના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી ચુકેલા આ નેતાએ વડોદરા નજીકના એક 35 વર્ષના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાની ચોંકાવનારી બાબત સામે આવી છે. યુવાન સાથે સેક્સ કર્યા પછી યુવાનને મહિલા નેતા બદનામ કરવાનની ધમકીઓ આપતા હોવાનો પણ યુવાને ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન બંનેના અંગત પળોના ફોટોઝ વાયરલ થઈ જતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.

ADVERTISEMENT

કોંગ્રેસમાંથી આવ્યા ભાજપમાં પછી છોડ્યો પક્ષ
આ મહિલા નેતાએ પહેલા કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં પગ પેસારો કર્યો હતો. ભાજપમાં આવ્યા પછી આ પ્રેમ સંબંધ પાંગર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગત મામલાની તસવીરો વાયરલ થઈ જતા તેમણે ભાજપ પણ છોડી દીધું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એવી પણ વિગતો મળી રહી છે કે આ યુવાન રાજકીય પક્ષમાં નથી. જોકે આ ફરિયાદ પણ એક અલગ જ પ્રકારની શંકાઓ ઉપજાવી રહી છે. જેમાં પુરતી પોલીસ તપાસ થવી જરૂરી લાગી રહી છે.

વાવાઝોડાને લઈ વિજ કંપનીને થયું કરોડોનું નુકસાન, આંકડો જોઈ તમે પણ ચોંકી જશો

શું કહે છે આ યુવાન
યુવાને પોલીસ મથકે આપેલી અરજી પ્રમાણે, તે વડોદરાના નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે . ત્રણેક વર્ષથી તે ભરૂચના આ મહિલા રાજકીય નેતાના પરિચયમાં આવ્યો હતો જે પછી તેમનો સંબંધ મિત્રતાનો થયો અને બાદમાં બંનેને પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં તેમણે શરીર સંબંધો પણ બાંધ્યા હતા. યુવાને અહીં સુધી કે મહિલાને ભરૂચમાં ભાડે મકાન રાખી આપ્યું હતું. આ મહિલા નેતાને એક પુત્ર અને એક પુત્રી પણ છે. તે કોલેજમાં અને એક શાળામાં ભણે છે. તે પણ ઘણી વખત ભાડાના રૂમ પર આવી જતા હતા. આ મહિલા નેતા યુવાનને રોજ સંબંધો બાંધવા માટે દબાણ કરવા લાગ્યા હતા. યુવાન આનાકાની કરતો તો તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા હતા. બદનામીના ડરથી યુવાન તેની સેક્સ માણવાની વાતને તાબે થઈ જતો હતો. જોકે યુવાનનું કહેવું છે કે તેણે ઘણી વખત પોતાને ખોટા કેસમાં ફસાવી નાખવાની પણ અને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

XUV કારમાં પણ સંબંધો માણ્યા, ‘હું તને મકાન લઈ આપીશ’
યુવાન કહે છે કે, અમે ઘણી વાર એક્સયુવી કારમાં સંબંધો બાંધ્યા હતા. તેણે મને કહ્યું હતું કે, તું મારી સાથે શારીરિક સંબંધ આવી જ રીતે બાંધજે તો હું મારા પૈસાથી ભરૂચમાં મકાન લઈ આપીશ. ઘણી વખત ઘરે પતિ ગેર હાજર હોય ત્યારે બોલાવતા હતા. હું ત્યારે ત્યાં જતો તો તેના દિકરા અને દીકરી પણ હોય અને ઘરમાં બધાને ખબર હોતી હતી. મહિલા નેતાનું ગાંધીગર ખાતે પણ પોતાની માલિકીનું ઘર હતું ત્યાં પણ ઘણી વખત મને લઈ ગયા હતા અને ત્યાં અમે સંબંંધો બાંધતા હતા.

‘હું ભરૂચ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ છું’
યુવાન કહે છે કે, અવારનવાર મને ફોન કરીને અને મેસેજીસ કરીને પોતાના ઘરે બોલાવતા હતા, કહેતા કે તું મારી સાથે ના રહે તો હું તને તારા સમાજ અને ગામમાં બરબાદ કરી દઈશ અને હું ભરૂચ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ છું જેથી મારું કોઈ કશું બગાડી લેશે નહીં. તારાથી જે થાય તે કરી લેજે હું તને જોઈ લઈશ. જો તું મારી સાથે નહીં રહે તો હું તને બરબાદ કરી નાખીશ અને તમારે મારી જોડે જ રહેવાનું છે. જો મને છોડીને ગયો તો બરબાદ કરી નાખીશ. અગાઉ પણ અમે ક્રાઈમ બ્રાન્ચ ભરૂચના પીઆઈને સંબોધીને ફરિયાદ આપી હતી અને તે મામલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે અમારો જવાબ લઈ અમે ઘરે આવી ગયા હતા. આ નેતાના ભરુચમાં લાગતા વળગતા કચેરી તેમજ અને કચેરીમાં વગદાર હોઈ મને એક રીતે બંધ બનાવી તેના કબજામાં રહેવાનું કહી ગમે તેમ કરીને મારું શારીરિક શોષણ કરતા આવ્યા છે.  છેલ્લા પાંચ મહિનાથી આવું ઘણી વાર આવી રીતે મારો ઉપયોગ કરતા આવ્યા છે.

એટલું જ નહીં યુવાન કહે છે કે, કાર પણ મેં જ લઈ આપી હતી, જેનું 3 લાખનું ડાઉન પેમેન્ટ અને 20 હજારના હપ્તા પણ હું જ ભરું છું. તે મને જ નહીં મારા કુટુંબીજનોને પણ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT