Vadodara: વરરાજાની ગાડી વરઘોડા પર ફરી વળીઃ ભયાનક CCTV આવ્યા સામે

ADVERTISEMENT

Vadodara: વરરાજાની ગાડી વરઘોડા પર ફરી વળીઃ ભયાનક CCTV આવ્યા સામે
Vadodara: વરરાજાની ગાડી વરઘોડા પર ફરી વળીઃ ભયાનક CCTV આવ્યા સામે
social share
google news

વડોદરાઃ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની જ કાર જાનૈયાઓ માટે કાળ બનીને આવી ગઈ હતી. જાનૈયાઓ લગ્ન પ્રસંગમાં વરઘોડાનો આનંદ માણી રહ્યા હતા ત્યાં અચાનક પાછળથી વરરાજાની જ કાર પુર ઝડપે આવી અને રસ્તે આવ્યા તે તમામને ફંગોળી નાખ્યા હતા. ઘણાની ઉપરથી પસાર થઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટનાના ભયાનક સીસીટીવી જોતા દરેક લોકો માટે અરેરાટી વ્યાપી જાય તેવું દ્રષ્ય જોવા મળ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે ઘણા લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે. ઈજાગ્રસ્તોનો સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે મૃતક મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. મામલાને લઈને પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે.

વાઘોડિયા વિસ્તારમાં ગ્રામ પંચાયતના માજી સરપંચ લક્ષ્મીબેન વણકરના ત્યાં લગ્ન પ્રસંગ હતો. તેમની ભાણીના લગ્ન હોઈ અહીં જાન તેડાવાઈ હતી. દરમિયાનમાં વાઘોડિયામાં મોડી રાત્રે વરઘોડામાં ચાલુ વરઘોડામાં જ વરરાજાના ડ્રાઈવરે જાનૈયાઓને અડફેટે લઈ લીધા હતા. ઘમા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સરવાર માટે ખસેડ્યા હતા.

ઈમરાનને મુક્ત કરનાર ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી, શરીફના સમર્થકોએ સુપ્રીમ કોર્ટમાં તોડફોડ કરી

ફરિયાદમાં શું લખ્યું
આ ઘટનામાં મૃત્યુ પામેલા 50 વર્ષીય મહિલાના પુત્રની ફરિયાદ પોલીસે નોંધી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મારું નામ રવિ પ્રભુદાસ મકવાણા છે અને હું ડભોઈમાં રહું છું. સંખેડામાં આઈટીઆઈ ડિઝલ મિકેનિકલના બીજા વર્ષમાં ભણું છું. ઘરમાં પાંચ બહેનો છે. મારી માતા 50 વર્ષીય ચંપાબહેન ગત 14મી મેના રોજ ધનીયાવી ગામે રહેતા મારા માસીના છોકરાના લગ્નમાં મારા માતા-પિતા, બહેનો સાથે ધનીયાવી ગયા હતા. રાતનના વરરાજાની જાન લઈને વાઘોડિયા પ્રણાલી ફળિયામાં રહેતા ભરતભાઈ પરમારની દીકરી સેજલબેનને પરણવા સાડા દસેક વાગ્યાના વાઘોડિયા પહોંચ્યા હતા. ધીરજ ચોકડી પાસે ડીજેની પાછળ જાનૈયાઓ નાચી રહ્યા હતા. દરમિયાનમાં પ્રણાલી ફળિયાના નાકે અચાનક વરરાજાની ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી એક્સેલરેટર દબાવી દેતા પુર ઝડપે કાર બેદરકારીથી હંકારી મારા માતા ચંપાબેન મકવાણા પર ચઢાવી દીધી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર તેમનું મોત નિપજ્યું હતું. કાર ચાલકે મારા માતા સહિત 17 લોકોને અડફેટે લીધા હતા જેમને પણ ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટમાં ખસેડાયા હતા.

ADVERTISEMENT

આ મામલામાં હવે પોલીસે ફરિયાદ નોંધ્યા પછી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માત બાદ કાર પણ થોડે આગળ જઈને ભટકાઈ ગઈ હતી. જેમાં કારને પણ ઘણું નુકસાન થયું હતું.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT