સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કમોસમી વરસાદ: ડેમ ઓવરફ્લો, નદીઓ વહેતી થતા ઝાડ-થાંભલા ધરાશાયી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી ધીરે ધીરે સાચી ઠરી રહી છે. સૌરાષ્ટ્રના ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં અમરેલી, ધારી, ખાંભા, ગીર સોમનાથના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધારી ગીરના ગામડા બાદ અમરેલીમાં કમોસમી વરસાદ થયો છે. ખાંભા,સાવરકુંડલા પંથકમાં વાદળો ઘેરાતા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉભો પાક તો બરબાદ થયો જ છે સાથે સાથે આગામી પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. ખાસ કરીને ફળ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે કે જે મોટે ભાગે વેલા અથવા તો ઝાડ પર આવતા હોય છે.

ખાસ કરીને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે બજારમાં નદીઓ વહેતી થઇ હતી. ગોવિંદપુર ચેકડેમ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે કમોસમી વરસાદના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વિજળીના થાંભલા પડી ગયા હોવાનાં પણ પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

ધારી અને ગીરના વિસ્તારોમાં કરા-કમોસમી વરસાદથી કફોડી સ્થિતિ
ધારી અને ગીરના વિસ્તારોમાં ભર ઉનાળે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. કેસર કેરીનું પીઠુ ગણાતા અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોને આ વખતે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સરસીયા,સૂખપુર,ક્રાંગસા,ગોવિંદપૂર, દલખાણીયા, મીઠાપુરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગીર સોમનાથના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતા કેસર કેરી, ઘઉં અને ચણાના પાકમાં નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગના વાાતાવરણમાં પવન સાથે વરસાદ વરસતા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને તોફાની પવનથી પરેશાની
સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા જગદગુરૂ નરેંદ્રાચાર્યજીના પાદુક દર્શન કાર્યક્રમ માટે બંધાયેલા મંડપ જ આખો ઉડી ગયો હતો. ડાંગમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થતા બાગાયતી પાક, શાકભાજી, સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સરકાર પાસે વળતરની તો માંગ કરી જ રહ્યા છે સાથે સાથે આ વખતે શાકભાજી અને ફળફળાદી પણ પ્રમાણમાં ખુબ જ મોંઘા થાય તેવી શક્યતા છે. ખાસ કરીને કેરીના ભાવ આ વર્ષે સાતમા આસમાને પહોંચે તેવી શક્યતા છે.

    follow whatsapp

    ADVERTISEMENT