જામનગરના સપડા ડેમ ફરવા ગયેલો પરિવાર ડૂબ્યોઃ 5 વ્યક્તિના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ ગુજરાતના જામનગરના 5 લોકો તેમના પરિવાર અને સ્વજનો સાથે ડેમની મુલાકાતે જતા હતા ત્યારે આ મુલાકાત તેમના જીવનની છેલ્લી ક્ષણ બની જશે તેવું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આવું જ કંઈક ગુજરાતના જામનગરમાં રહેતા 5 લોકો સાથે થયું છે. સાંજે અચાનક આખા શહેરમાં આગની જેમ સમાચાર ફેલાઈ ગયા કે જામનગરના સપડા ડેમમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં 2 લેડીઝ અને 3 જેન્ટ્સ છે. લોકોને ડેમમાં ડૂબી જવાની જાણ થતાં જ 108, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રથમ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, પાંચમા મૃતકના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અમદાવાદ અકસ્માત ઈફેક્ટઃ 3 દિવસમાં જ નર્મદામાં ડ્રીંક એન્ડ ડ્રાઆવના 42 કેસ

પડોશીઓ પણ ડૂબી ગયા

પાંચ મૃતકોની ઓળખ 42 વર્ષીય મહેશ માંગે, 40 વર્ષીય લીનાબેન મંગે, 19 વર્ષીય સિદ્ધાર્થ મંગે, 40 વર્ષીય અનિતાબેન દામા અને 17 વર્ષીય રાહુલ દામા તરીકે કરવામાં આવી છે. ડેમમાં ડૂબી જવાથી પાંચેયના મોત થયા હતા. મૃતક મહેશ મંગે મૃતક લીનાબેન મંગેના પતિ અને મૃતક સિદ્ધાર્થ માંગેના પિતા એટલે કે સંપૂર્ણ પરિવાર હતો. મહેશ કરિયાણાનો વેપાર કરતો હતો અને તેના પરિવાર સાથે જામનગરના 59, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો હતો. મૃતક અનિતાબેન દામા અને રાહુલ દામા તેમની પડોશમાં રહેતા હતા. મહેશનો પુત્ર સિદ્ધાર્થ જામનગર બહાર ભણતો હતો. ઘરે આવીને પાંચેય જણ સપડા ડેમમાં ફરવા ગયા હતા, પરંતુ અફસોસ, પાંચેય પરત ફરી શક્યા ન હતા અને પાંચેયના ડૂબી જવાથી મોત થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT