રાજકોટઃ ટામેટાની કેક અને લોકોમાં પણ વહેંચ્યા ટામેટા, બાળકના જન્મ દિવસની કટાક્ષ સાથે ઉજવણી
નિલેશ શિશાંગિયા.રાજકોટઃ રાજકોટમાં એક બાળકના જન્મ દિવસની ઉજવણી પરિવાર માટે ભલે સુખદ પ્રસંગ છે પરંતુ સરકાર માટે એટલી જ શરમ જનક પણ છે. કારણ કે…
ADVERTISEMENT
નિલેશ શિશાંગિયા.રાજકોટઃ રાજકોટમાં એક બાળકના જન્મ દિવસની ઉજવણી પરિવાર માટે ભલે સુખદ પ્રસંગ છે પરંતુ સરકાર માટે એટલી જ શરમ જનક પણ છે. કારણ કે જ્યાં તંત્રના કાબુમાં ટામેટાના ભાવ આવી રહ્યા નથી ત્યાં એવી દલીલો કરવામાં આવે છે કે અમારી સરકાર છે તો ભાવ કાબુમાં છે પણ બીજાની હોત તો વસ્તુઓ આનાથી પણ મોંઘી હોત, જો અને તોના ખેલમાં નેતાઓ જનતાને ઉંઠા ભણાવી નાખે પણ જનતા આવી તકોમાં કાંઈક એવી રમુજ પણ કરી નાખે છે કે તેમાં સરકાર ચારે ખાનેથી ચેક મેટ થઈ જાય છે. આવું જ કાંઈક રાજકોટમાં બન્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રુસ્તમ હિંગોરા નામના બાળકનો જનમ દિવસ યોજાયો છે. જન્મ દિવસમાં બાળકને ઉપસ્થિત મહેમાનો અને પરિવાર જનો સાથે કોઈ મોંઘા ભાવના રમકડા નહી પરંતુ ટમેટાની ભેટ આપવામાં આવી છે.
બાળકને ભેટમાં કપડા કે રમકડા નહીં પણ ટામેટા
સામાન્ય રીતે લોકો એમના બાળકોના જન્મ દિવસની ઉજવણી સારા રેસ્ટોરન્ માં અથવા કોઈ રિસોર્ટ ખાતે કરતા હોય છે અને બર્થડેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા જે પણ બાળકનો બર્થડે હોય એ બાળકને ભેટ-સોગાદ રૂપે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જેવા કે કપડા ચોકલેટ અને ખાસ કરીને રમકડા જેવી વસ્તુની ભેટ આપવામાં આવતી હોય છે. ઉપલેટામાં કાંઈક ઉલટુ થયું છે અહીં એક બર્થડે પાર્ટીમાં મહેમાનો દ્વારા બાળકને કોઈ કિંમતી રમકડા કે અન્ય વસ્તુ નહીં પરંતુ ટમેટાની ભેટ આપવામાં આવી હતી.
રજાક હીંગોરા, ઉપલેટા
આ બર્થ ડે પાર્ટીમાં ખાસ કરી અને ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દાન ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે, હાલ જે ટમેટાના ભાવ આકાશને આંબી ચૂક્યા છે ત્યારે મહેમાનો દ્વારા બર્થ ડે પાર્ટીની અંદરમાં એક અનોખો અભિગમ અપનાવી અને ટમેટાને ભેટ રૂપે આપવામાં આવ્યા છે અને આ ભેટમાં મળેલા ટમેટા રુસ્તમ હિન્ગોરાના પરિવારજનો દ્વારા જરૂરિયાતમંદ લોકો વચ્ચે વિતરણ કરીને અને એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સાઉથના દિગ્ગજ એક્ટરની પત્નીનું હાર્ટ એટેકથી નિપજ્યું મોત, સમગ્ર ઇન્ડસ્ટ્રી ચોંકી ઉઠી
દાનભાઈ ચંદ્ર વાડીયા, પૂર્વ પ્રમુખ, ઉપલેટા નગર પાલિકા
હાલના આ ટેકનિકલ યુગમાં બર્થડે પાર્ટીમાં મહેમાનો દ્વારા વિવિધ પ્રકારની ભેટ સોગાદો આવામાં આવતી હોઈ છે પરંતુ ઉપલેટામાં રુસ્તમ હીંગોરાના બર્થ ડે પાર્ટીમાં આવેલા મહેમાનોએ રુસ્તમને મોંઘા રમકડા કે અન્ય વસ્તુ નહીં પરંતુ ટમેટાની ભેટ આપી છે અને અંદાજિત 20 થી 25 કિલો ટમેટા ભેટમાં મળ્યા છે. જે ટમેટાને ઉપલેટાના ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોમાં વિતરણ કરી અને એક અનોખી રીતે બર્થડે નો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે.
ADVERTISEMENT