અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદમાં આગામી મંગળવારે 20મી જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે સુરક્ષાના ભાગ રૂપે સોમવારથી રથયાત્રાના રૂટના રસ્તાઓ બંધ કરવામાં આવશે. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 19 અને 20 જૂનના રોજ શહેરમાં કેટલાક માર્ગો બંધ રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રથયાત્રામાં કોઈપણ વ્યક્તિ પોતાની સાથે બેગ રાખી શકશે નહીં. ઉપરાંત 25થી વધારે વોચ ટાવર ઊભા કરવામાં આવશે.

પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં કહેવાયું છે કે, 19મી જૂને રાત્રે 12 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના રથયાત્રાના રૂટના રસ્તાઓ બંધ રહેશે. આ સાથે જ રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રના રૂટ પર શહેર પોલીસ કમિશનરે સૂચનો કર્યા છે. 16 જેટલી એમ્બ્યૂલન્સ વાનને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ક્યારેક કોઈને મેડિકલને લગતી જરૂરિયાત ઊભી થશે ત્યારે આ તેની પૂર્વ તૈયારી છે. સીસીટીવી ઉપરાંત ત્રણ ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રાનું સર્વેલન્સ કરવામાં આવશે.

ADVERTISEMENT

રથયાત્રાના રૂટ પર કરાયું રિહર્સલ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા સુરક્ષાને લઈને આજે સવારે અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પોલીસના 15 હજાર જેટલા જવાનો રથયાત્રાની સુરક્ષામાં જોડાયા, જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300 PI તથા 700 PSI પણ રિહર્સલમાં જોડાયા હતા. આ દરમિયાન હોમગાર્ડ જવાનો, SRPની કંપનીઓ પણ સાથે હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT