જામનગરમાં રખડતાં પશુનો આતંક, ઓટલે બેઠેલા વૃદ્ધને લીધા અડફેટે… જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: રાજ્યમાં રખડતાં પશુઓનો આતંક યથાવત રહ્યો છે. રાજ્યમાં રખડતાં પશુઓ અનેક લોકોને અડફેટે લઈ રહ્યા છે. આ દરમિયાન જામનગરમાં વધુ એક વખત રખડતાં પશુઓનો આતંક જોવા મળ્યો છે. જામનગરમાં વોર્ડ નંબર 1 બેડી વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે રખડતાં પશુએ વૃદ્ધને અડફેટે લીધા છે.

રખડતાં પશુ અનેક વખત જીવલેણ સાબિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ રખડતાં પશુ જીવલેણ સાબિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન જામનગરમાં વોર્ડ નંબર 1 બેડી વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે રખડતાં પશુએ વૃદ્ધને અડફેટે લીધા છે. વૃદ્ધ ઓટલે બેઠા હતા આ દરમિયાન અચાનક રખડતાં ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટના CCTV માં કેદ
જામનગરમાં જાકુભાઇ નુરમામદ છરેચા નામના એક વુદ્ધ પર રખડતાં પશુએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારે આ દરમિયાન વુદ્ધને માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સદનસીબે જાનહાનિ ટળી છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ફરી આવશે આકાશી આફત, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં પણ આજે લોકોને ઇજાગ્રસ્ત કર્યા 
ત્યારે આજે સુરેન્દ્રનગરના શહેરી વિસતારમાં અવારનવાર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોને ઈજાઓનો ભોગ બનવું પડ્યું છે. રખડતા આખલાઓનો આતંક પણ અહીં યથાવત છે. સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ ખાતે આજે બુધવારે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. રોડ વચ્ચે જ બંને આખલા બાખડતા વાહનોને રીતસર થોભી જવું પડ્યું હતું. લોકો પણ આખલાઓને છૂટા પાડાવા મથ્યા હતા. જોકે રસ્તા પરના અને પાર્ક કરેલા વાહનોને અડફેટે લઈ લીધા હતા.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ દર્શન ઠક્કર, જામનગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT