પાવાગઢની રોપ વેમાં અધવચ્ચે અટવાયા લોકો, ટેકનિકલ ફોલ્ટથી લોકોના જીવ તાળવે ચોંટ્યા
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પાવાગઢ (Pavagadh) માતાજીના દર્શ કરવા માટે લગાવવામાં આવેલી રોપ વે (Pavagadh ropeway) આજે અચાનક બંધ પડી ગઈ હતી. સમી સાંજના સમયે આજે જ્યારે…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પાવાગઢ (Pavagadh) માતાજીના દર્શ કરવા માટે લગાવવામાં આવેલી રોપ વે (Pavagadh ropeway) આજે અચાનક બંધ પડી ગઈ હતી. સમી સાંજના સમયે આજે જ્યારે અચાનક રોપ વે બંધ થઈ હતી ત્યારે ઘણા લોકો ત્યાં રોપ વેની ડોલીઓમાં સવાર હતા. તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે ટેક્નીકલ ફોલ્ટને રિપેર કરી બાદમાં ફરી રોપ વે કાર્યરત કરાઈ હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે યાત્રિકોને ડુંગર પર લાવવા લઈ જવા માટે ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા રોપ વે કાર્યરત છે. જે રોપ વે સાંજના ૭.૩૦ કલાક ની આસપાસ ટેકનીકલ ફોલ્ટના કારણે ખોટકાયો હતો. જેને લઈને રોપ વેની ડોલીઓમાં સવાર યાત્રાળુઓ અટવાઈ ગયા હતા. જેને પગલે સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.
30 જેટલા યાત્રિકોના જીવ પડીકે બંધાયા
જ્યારે બનાવ અંગે રોપ વેના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર રોપ વે ના ૫, નંબરના ટાવર નજીક કોઈ ટેકનીકલ ખામી સર્જાતા ચાલતો રોપવે અચાનક બંધ થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન રોપ પર સાત જેટલી રોપ વેની ડોલીઓમાં અંદાજિત ૨૫ થી ૩૦ જેટલા યાત્રિકો સવાર હતા. એકા એક રોપવે અટકી જતાં તે યાત્રાળુઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ઉપર આકાશ અને નીચે ધરતી ની ખીણ આ દ્રશ્યથી યાત્રિકો કંપી ઉઠ્યા હતા. અચાનક રોપ વે બંધ થઈ જતા રોપ વે કંપની નો ટેકનિકલ સ્ટાફ તાબડતોબ કાર્યરત થતાં અડધો કલાક જેટલા સમયમાં થયેલા ટેકનિકલ ફોલ્ટને દૂર કરી રાબેતા મુજબ રોપ વેને ફરીથી ચાલુ કરવામાં આવતા રોપ વે કંપનીના સંચાલકો તેમજ ફસાયેલા યાત્રાળુઓના જીવોમાં જીવ આવ્યો હતો અને માતાજીના દર્શન કરેલી શ્રદ્ધા ફળી હોવાનું જણાવતા હતા.
ADVERTISEMENT
Punjab Politics: પંજાબમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન, ભગવંત માનની ખુરશી જઇ શકે છે
હમણાં જ મેન્ટેનન્સ કરાયું છતા ટેકનિકલ ખામી?
જોકે રોપ વે ખોટકાયો હોવાની માહિતી વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના થતા બંને વિભાગો એલર્ટ થઈ દોડતા થઈ ગયા હતા. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચાલુ માસમાં જ રોપ વેને મેન્ટેનન્સ માટે ૫ દિવસ બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ત્યારબાદના ૧૫ દિવસમાં ટેકનિકલ ખામી સામે સ્થાનિકોએ પાસેથી અનેક પ્રશ્નો ચર્ચાતા સાંભળવા મળ્યા હતા.
ADVERTISEMENT