સુરતના ઓલપાડમાં ડીજેના તાલ સાથે નીકળી અંતિમયાત્રા- Video
સુરતઃ કોઈના પણ પરિવારમાં કોઈની પણ મૃત્યુ દુઃખદાઈ હોય છે, પણ સુરતના ઓલપાડ વિસ્તારના એક ગામમાં ૧૦૩ વર્ષના ઉંમરે દાદીમાનું અવસાન થતા પરિવારજનોએ ડીજેના તાલ…
ADVERTISEMENT
સુરતઃ કોઈના પણ પરિવારમાં કોઈની પણ મૃત્યુ દુઃખદાઈ હોય છે, પણ સુરતના ઓલપાડ વિસ્તારના એક ગામમાં ૧૦૩ વર્ષના ઉંમરે દાદીમાનું અવસાન થતા પરિવારજનોએ ડીજેના તાલ સાથે અંતિમયાત્રા કાઢી હતી. દાદીની આ અંતિમયાત્રામાં એમના પરિવાર સાથે સાથે ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે જશે, બે મહિનામાં 120 લોકો ગુમાવી ચુક્યા છે જીવ
ફટાકડા પણ ફોડ્યા
એમ તો કોઈ પણ અંતિમયાત્રામાં લોકો શાંતિપૂર્વક રીતે સ્મશાને જતા જોવા મળે છે પણ સુરતના ઓલપાડ વિસ્તારમાં નીકળેલી આ એક અંતિમયાત્રામાં લોકો ડીજે સાથે સ્મશાને જતા જોવા મળ્યા હતા. ઓલપાડ વિસ્તારના કુંભારવાડ કરંજ ગામ ખાતે રહેતા દિવાળીબેન ખુશાલભાઈ લાડ 103 વર્ષે મૃત્યુ પામ્યા હતા. જેને લઇને પરિવારજનો એ હાથમાં મશાલ પ્રગટાવી, ફટાકડા ફોડી, ડીજે સાથે સ્મશાને જવા નીકળ્યા હતા. એ તસવીરોમાં પણ જોઈ શકાય છે. આ અનોખી સમશાન યાત્રામાં ગામના પુરુષો સિવાય મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક વિધિ વિધાનથી આ સ્મશાન યાત્રા સ્મશાન સુધી પહોંચી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT