સુરતની મહિલા પ્રોફેસરના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ટોળકી અભદ્ર ફોટો બનાવી કરતી બ્લેકમેઈલ

ADVERTISEMENT

Surat Police
Surat Police
social share
google news

સુરતઃ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિભાગના મહિલા પ્રોફેસરના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલા પ્રોફેસરે આપઘાત કરીને જીવન ટુંકાવી દીધું હતું. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા પ્રોફેસરને મોર્ફ કરેલા અભદ્ર ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા ખંખરેવાના પ્રયાસ કરતી ટોળકીની સંડોવણી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સેજલે નાની બહેનને કરી હતી બધી વાત
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિભાગના મહિલા પ્રોફેસર સેજલ પરમારે અગાઉ 16મી માર્ચે આપઘાત કરી લીધો હતો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા મહિલા પ્રોફેસરે બપોરના સમયે કોસાડ રેલવે સ્ટેશન પર આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતના એક દિવસ પહેલા જ પોતાની નાની બહેનને મેસેજ કર્યો હતો. જેમાં બહેનને પોતાના મોર્ફ ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી મળતી હોવાની વાત કરી હતી. સેજલે તેને કહ્યું હતું કે, તેનાથી એક મોબાઈલ એપ્લીકેશનના એક્સેસમાં યસ અપાઆ ગયું હતું જે પછી તેને બ્લેકમેઈલ કરવા માટેના મેસેજ મળવા લાગ્યા હતા. જેમાં ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેઓ રૂપિયા માગી રહ્યા હતા.

700 વર્ષ જુનું સિંહાસન, 12મી સદીની ચમચી, આવી રીતે કિંગ ચાર્લ્સ IIIની તાજપોશી

સાસરિયાઓ સામે પરિવારે ત્રાસનો આરોપ લગાવ્યો
જોકે કોઈ અન્ય મદદનું ન વિચારતા સેજલે આપઘાત કરી લીધો હતો. હવે આ મામલામાં રાંદેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં મહિલા પ્રોફેસરના પરિવારે સસારિયાઓ પર ત્રાસના આરોપ લગાવ્યા હતા. ત્યારે પોલીસે તે મામલે પણ તપાસ કરી હતી. જોકે તપાસમાં કોઈક અલગ જ પ્રકારનો વળાંક સામે આવ્યો હતો. પોલીસને સમગ્ર ઘટના સમજતા વાર લાગી નહીં. પોલીસને જાણકારી મળી કે મહિલા પ્રોફેસરને મોર્ફ ફોટો વાયરલ કરવાના નામે રૂપિયાની ખંડણી માગવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે તપાસમાં સાયબર સેલ પણ જોડાયું હતું. આખરે પોલીસે મહિલા પ્રોફેસરને સતાવતા શખ્સોનું ઠેકાંણું મળી ગયું હતું.

ADVERTISEMENT

પોલીસે વેશ બદલીને પકડ્યા
પોલીસને જાણકારી મળી કે મહિલા પ્રોફેસરને બ્લેક મેઈલ કરતા શખ્સો બિહારના કેવલી ગામના છે. નકસલી વિસ્તાર હતો જેથી પોલીસે અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને ત્રણ દિવસ સુધી આરોપીઓને પકડી પાડવા જહેમત કરી હતી. આખરે આ મામલામાં અભિષેક કુમાર સિંઘ, રોશન કુમાર સિંઘ અને સૌરભ રાજ ગજેન્દ્રને પકડી પાડી તેમની ધરપકડ કરી હતી. આ શખ્સો લોન આપવાના હપ્તા ભરાવવાના નામે લોકોના ડેટા મેળવતા હતા. ઉપરાંત મોબાઈલમાં એક એપ્લિકેશન મોકલીને મોબાઈલનું એક્સેસ મેળવી લેતા હતા અને તે મોબાઈલમાંથી ફોટોઝ મેળવીને ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ખંખેરતા હતા. પોલીસે તેમને 3 મેએ પકડી પાડ્યા હતા. જે પછી કાયદેસરની કાર્યવાહી કરીને તેમને સુરત લાવ્યા છે. હવે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT