સુરતના ધો.4ના વિદ્યાર્થીના અંગોનું દાન આવ્યું અને 6 જીંદગી બચીઃ નાનકડા આરવને સૌએ કર્યા સલામ
સુરતઃ સુરતમાં અંગદાનની વાત આવે ત્યારે વૃદ્ધ હોય કે નાનકડા બાળક, અંગદાનમાં ઘણા પરિવારોએ માનવતા મહેકાવી છે. હાલમાં જ પુણા ગામના એક ધોરણ 4માં અભ્યાસ…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં અંગદાનની વાત આવે ત્યારે વૃદ્ધ હોય કે નાનકડા બાળક, અંગદાનમાં ઘણા પરિવારોએ માનવતા મહેકાવી છે. હાલમાં જ પુણા ગામના એક ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકના અંગદાનની ઘટના સામે આવી છે. અંટાળા પરિવારનો આ આરવ નામનો બાળક માત્ર 9 વર્ષનો હતો અને ધોરણ 4માં ભણતો હતો. બ્રેઈન ડેડ આરવના પરિવારે તેના છ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને 6 વ્યક્તિને નવજીવન મળતા માનવતા મહેકી ઉઠી હતી. આરવનું અવસાન પરિવાર માટે ચોક્કસથી હૃદય પર પડેલી વજ્રઘાત સમાન હતું પરંતુ માનવતાએ સૌના હાથ સેલ્યુટ કરી દે તેવી સ્થિતિ ઊભી કરી હતી.
ADVERTISEMENT
રમતા-રમતા થઈ આરવને માથામાં ઈજા અને…
સુરતમાં આવેલી AAIHMS હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલા આરવના અંગોનું દાન થયું હતું. તેના લીવર, બે કિડની, ફેફસા અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતમાં યોગીચોક પાસે આવેલી યોગી દર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા પોતે રત્નકલાકાર છે. મધ્યમ વર્ગીય આ પરિવારમાં તેમનો પુત્ર 9 વર્ષીય આરવ પણ હતો. તે ધોરણ 4માં ભણતો હતો. ગત 19મી એપ્રિલે તે રમતો હતો ત્યારે તેને માથામાં ઈજા થઈ હતી. ગંભીર ઈજાને પગલે તેને સારવાર માટે વાત્સલ્ય હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં ફરજ પરના ડો. હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર પછી AAIHMS હોસ્પિટલમાં તેને રિફર કરવામાં આવ્યો હતો.
કાનભાએ જ પોલીસ સામે વટાણાં વેર્યાઃ પોલીસ કેવી રીતે પહોંચી રૂ.38 લાખ ભરેલી બેગ સુધી
‘આરવ તો રહ્યો નથી પણ…’- પરિવાર
AAIHMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેનો જીવ બચાવવા તબીબોએ ભારે મહેનત કરી પરંતુ ત્રણ દિવસ બાદ તા. 22મીએ રાત્રે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. પરિવાર ઘમો દુઃખી થયો હતો. આરવની માતા કિરણબેન અને પિતા નયનભાઈ માટે આ ઘડી બધા જ દુઃખોને સાથે લઈને આવનારી ઘડી બની ગઈ હતી. દમરિયાનમાં હોસ્પિટલના સ્ટાફે સમજાવતા પરિવારે અંગદાનનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. પરિવારે કહ્યું કે, આમ પણ અમે ઘણી વખત અંગદાન અંગે સમાચાર માધ્યમોમાં જાણ્યું છે. તેનાથી લોકોને જીવન મળે છે. અમારો આરવ તો આ દુનિયામાં નથી રહ્યો પણ તેના અંગદાનથી અન્ય જીવ બચે અને તે અન્યોના શરીરમાં જીવંત રહેતો હોય તો આનાથી મોટું સેવા કાર્ય શું હોઈ શકે. પરિવારના આ નિર્ણયથી તમામે તેમને અને આરવને સલામ કરી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT