સુરતઃ કોર્પોરેશને જપ્ત કરેલો માલ, પોલીસની હાજરીમાં છોડાવી ગયા
સંજયસિંહ રાઠોડ.સુરતઃ આમ તો પોલીસની હાજરી જ કાયદાને ભંગ કરતા શખ્સોમાં કંપારી છોડાવી જનારી હોય, પણ આવો અનુભવ માત્ર સામાન્ય માણસોને થતો હોય છે, ગુંડાતત્વો…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ આમ તો પોલીસની હાજરી જ કાયદાને ભંગ કરતા શખ્સોમાં કંપારી છોડાવી જનારી હોય, પણ આવો અનુભવ માત્ર સામાન્ય માણસોને થતો હોય છે, ગુંડાતત્વો કે કાયદો ટચલી આંગળી પર રાખનારા લોકોમાં આ ભય જોવા મળતો નથી. આવી જ એક ઘટના સુરતમાં બની છે. આમ તો સુરત આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવાય છે, પણ એ ત્યારે જ જ્યારે કોઈ વાહવાઈની વાત હોય, તેમના જ સુરતમાં જો પોલીસ અને તંત્રની આ હાલત હોય તો જ્યાં ગુંડારાજ હોય તેવા વિસ્તારોનું તો કહેવું જ શું? સુરતમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં જપ્ત કરેલો માલ લોકો છોડાવી એક તબક્કે કહીએ કે ઝુંટવી ગયા તે શરમ જનક ઘટના ઘટી છે.
શું બન્યું ધોળા દિવસે સુરતમાં
સુરત શહેરના રોડ રસ્તા ઉપર ફેરીયાઓનો કબજો જોવા મળે છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં વાહન લઇને નીકળો ત્યારે રોડ રસ્તા ઉપર ફેરિયાઓ દ્વારા લારી ગલ્લા લગાવીને કબજો કરવામાં આવ્યો હોય તે જોવા મળે છે. ફેરિયઓની આ પ્રવૃત્તિને લઈને કેટલાક વિસ્તારોના કોર્પોરેટર્સ મહાનગર પાલિકાના અધિકારીઓને ફરિયાદ પણ કરે છે. આવી જ રીતે સુરત મહાનગરપાલિકામાં ભાજપાના કોર્પોરેટર સંજય દલાલે પોતાના કોટ વિસ્તારની મેન રોડ ઉપર લારી ગલ્લા લગાવતા ફેરિયાઓને લઈને મહાનગરપાલિકાને ફરિયાદ કરી હતી.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમાં ગુંજ્યો રામ મંદિરનો મુદ્દો, જાણો શું બોલ્યા રાજનાથ સિહ
મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ફેરિયાઓને હટાવવા ત્યાં પહોંચી હતી અને એમનો માલ સામાન પર જપ્ત કરી લીધો હતો. પણ આ વાતથી ફેરિયાઓ નારાજ થયા હતા અને મહાનગરપાલિકાની ગાડીમાંથી પોતાનો જપ્ત કરેલો માલ સામાન દાદાગીરીથી છોડાવી ગયા હતા અને પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ મુકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા.ત્યારબાદ મોડી સાંજે આ ઘટનાને લઈને કોર્પોરેટરોના સમર્થકો અને ફેરિયાવાળા વચ્ચે મારામારી પણ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેના વીડિયો વાયરલ થયા છે. જે વીડિયો પણ અમારી પાસે છે પરંતુ તે લોહીયાળ હોવાને પગલે અમે અહીં દર્શાવ્યા નથી. એટલે કે કહેવત છે કે ચોરી અને સીના ચોરી જેવો ઘાટ સુરત શહેરની રોડ રસ્તાઓ પર અડીંગો જમાવામાં આવેને પોતાનો ધંધો કરતા ફેરિયાઓ કરી રહ્યા છે અને મહાનગર પાલિકા અને પોલીસ ધૃતરાષ્ટ્રની જેમ જોઈ રહી હોય તેવું લાગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT