સુરતમાં બિલ્ડર્સ સાથે 42 કરોડનું ચીટિંગ કરનાર ગુડ્ડુ પોદ્દાર ઝડપાયો
સુરતઃ સુરત શહેરના અલગ અલગ બિલ્ડર્સ સાથે કરોડો રૂપિયાનું ચીટિંગ કરનાર સુરતના ગુડ્ડુ પોદ્દારને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ બહારથી ઝડપી પાડ્યો છે. ગુડ્ડુ પોદ્દાર…
ADVERTISEMENT
સુરતઃ સુરત શહેરના અલગ અલગ બિલ્ડર્સ સાથે કરોડો રૂપિયાનું ચીટિંગ કરનાર સુરતના ગુડ્ડુ પોદ્દારને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ બહારથી ઝડપી પાડ્યો છે. ગુડ્ડુ પોદ્દાર છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ સાથે ખો ખો રમી રહ્યો હતો. પોલીસ એને પકડવા માટે મહેનત તો કરી રહી હતી પણ એ હાથમાં આવી રહ્યો ન હતો. ગુડ્ડુ પોદ્દાર સુરતની કોર્ટ પાસે પહોંચ્યો હતો, જે વાતની ખબર સુરત ક્રાઈમ બ્રાન્ચને પડી ગઈ હતી અને તાત્કાલિક કોર્ટ પાસે પહોંચીને ઝડપી પાડ્યો હતો.
ચોંકાવનારા CCTV: મહેસાણામાં ઈકો કારે ટક્કરે બાળકો-મહિલાઓને કચડી નાખ્યા
અગાઉ ત્રણ શખ્સ પકડાઈ ચુક્યા છે
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલો આ એ જ શખ્સ છે જેનું નામ ગુડ્ડુ પોદ્દાર છે. પણ આ ગુડ્ડુ પોદ્દાર ચહેરાથી જેટલો ભોળો દેખાત છે તેના કરતા તેના કારનામાઓ મિસ્ટર નટવરલાલ જેવા છે. સુરત શહેરના અનેક બિલ્ડર્સને ફ્લેટ દુકાન લેવાના નામે ચિટિંગ કરવામાં માસ્ટરમાઈન્ડ છે. આની વિરુદ્ધમાં સુરત શહેરના ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં પ્રકાશ લિંબાચિયા નામના એક બિલ્ડર સાથે ચીટિંગ કરવાના મામલે 9 માર્ચ 2023 ના રોજ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ ગુડ્ડુ સુરતથી ફરાર થઈ ગયો હતો. આ મામલે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે ગુડ્ડુ પોદ્દાર હાથમા આવી રહ્યો ન હતો. ગુડ્ડુ પોદ્દાર સુરતની કોર્ટમાં હાજર થવા આવ્યો હોવાની ખબર ક્રાઈમ બ્રાન્ચને પડી ગઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુડ્ડુ પોદ્દારની કોર્ટ બહારથી જ ધરપકડ કરી લીધી છે. ગુડ્ડુ પોદ્દાર પર બિલ્ડર્સના 42 કરોડની પ્રોપર્ટીના ફૂલ પેમેન્ટની ડાયરી લખાવી લીધી હતી પણ પેમેન્ટ પણ આપ્યા ના હોવાના આરોપ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT