સુરતઃ બજરંગ દળે કર્યા કોંગ્રેસની સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ

ADVERTISEMENT

સુરતઃ બજરંગ દળે કર્યા કોંગ્રેસની સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ
સુરતઃ બજરંગ દળે કર્યા કોંગ્રેસની સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પરના પ્રતિબંધની બાબતથી દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી તરફ મંગળવારે બજરંગ દળે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ કરીને કોંગ્રેસને સદબુદ્ધિ આપવા કામના કરી હતી. બજરંગ દળે ઠેરઠેર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સુરતમાં બજરંગ દળ દ્વારા ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

પાકિસ્તાનમાં ભુખ બાદ હવે રોષ ફાટી નિકળ્યો: સમગ્ર દેશમાં આર્મી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ

બજરંગ દળમાં કોંગ્રેસ સામે નારાજગી
ગુજરાતના સુરતમાં એક હનુમાન મંદિરમાં બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસાના પઠનમાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં બજરંગ દળને પ્રતિબંધિત કરવા અને આતંકવાદી સંગઠન PFI સાથે બજરંગ દળની સરખામણી કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. આ મામલાને લઈને બજરંગ દળમાં ગુસ્સો અને નારાજગી જોવા છે. બજરંગદળ પર પ્રતિબંધ મુકનાર કોંગ્રેસને બુધ્ધિ મળે તે હેતુથી સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સુરતમાં બજરંગ દળ દ્વારા 60 જેટલા સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગ દળના નિલેશ અકબરીએ બજરંગ દળના આયોજન વિશે મીડિયાને માહિતી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT