‘મેં પહેલા જ કહ્યું હતું, સૂરજ ભુવાથી દૂર રહેજે, પણ તે ના માની’- મૃતક યુવતીના ભાઈએ કહ્યું- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ યુવતી પોતાના લગ્ન જીવનમાં કાંટો બની શકે છે, આ કાંટો કાઢવો પડશે તેવા ઈરાદાઓ સાથે સૂરજ ભુવા અને તેના સાગરિતોએ એક યુવતીની હત્યા કરી તેને સળગાવી દીધી હોવાના મામલામાં કોઈને કોઈ ચોંકાવનારા ઘટસ્ફોટ થાય છે. આ યુવતીના ભાઈએ ગુજરાત તક સાથે એક્સક્લૂઝિવ વાતચિત કરી હતી. જેમાં તેમણે આ મામલામાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે અગાઉ પણ પોતાની બહેનને સૂરજ ભુવાથી દૂર રહેવા ચેતવી હતી. જોકે તે માની નહીં. આખરે આ મામલામાં યુવતીને પીડાદાયી મૃત્યુ મળ્યું છે. આપણે ત્યાં ઘણા બાબા-ભુવાઓને લોકોએ એવા માથે બેસાડ્યા હોય કે એ લોકો પોતાને સર્વોપરી સમજવા લાગે, જ્યારે સિક્કાની બીજી બાજુ જ કાંઈક જુદી હોય છે. આવો જ એક ભૂવો એક યુવતીની હત્યા અને બાદમાં તેની લાશને સળગાવી દે છે અને વર્ષ સુધી કોઈને ગંધ આવવા દેતો નથી. જોકે કાયદાના હાથ એટલા પણ ટુંકા નથી પડ્યા કે આવા ગુનાઓમાં આરોપીઓ સરળતાથી સરકી જાય. પોલીસે આખરે આ મામલામાં સચોટ દિશામાં સફળતા મેળવી છે અને સૂરજ સહિતના આરોપીઓને પકડી પાડ્યા છે.

કોની કોની સામે છે આરોપ?
ભુવાઓ બાબાઓ પરની અંધશ્રદ્ધા અંગે લોકો પોતાની વિવેક બુદ્ધી જ જાણે નેવે મુકી ગયા હોય તેવી ઘટનાઓ ઘણી બની ચુકી છે. અમદાવાદના પાલડી વિસ્તારની યુવતી ગુમ થઈ જાય છે અને તે અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવે છે. એક વર્ષ પછી ખબર પડે છે કે આ યુવતીને સૂરજ ભુવા અને તેના સાગરિતોએ પતાવી દઈને સળગાવી નાખી છે. માતાજીના નામના આડે આ શખ્સ કેવા કેવા કૂકર્મો કરતો હતો તે જગજાહેર થયા છતા ફોલોઅર્સ આંખે પાટા બાંધી તેના ચરણોમાં પડી રહેલા પણ જોવા મળ્યા છે. પોલીસે આ યુવતીના મામલામાં સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી, ગુંજન જોશી, મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી, સંજય સોહેલિયા, જુગલ શાહ, મિત શાહ અને મોના શાહની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ગુજરાતથી નરેન્દ્ર મોદીને મળશે પોસ્ટકાર્ડમાં કાળા રૂમાલઃ AAP મહિલા નેતાઓની અટકાયત

શું બન્યું હતું?
અમદાવાદની યુવતીના ગુમ થયાની ફરિયાદ પછી પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન અલગ અલગ ટીમ બનાવી પોલીસે છેલ્લા 15 દિવસથી રીતસર ઝુંબેશ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે આખરે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ યુવતી અને સૂરજ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે સૂરજ પરિણીત હોઈ તેના લગ્ન જીવનને આ પ્રેમ સંબંધ પરેશાન કરનારો હતો. જેથી તેણે પોતાના મિત્રો સાથે તેનો કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું. ગત વર્ષ 2022માં 19મી જુને તે આ યુવતીને લઈ પોતાના ઉપરોક્ત સાગરિતો સાથે ચોટીલા આવી ભોજન લીધું જે પછી સૂરજના મૂળ ગામ વાટાવચ્છ તેને લઈ જવાઈ હતી. જ્યાં કારમાં મીત નામના શખ્સે દુપટ્ટાથી તેને ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. લાશ એક મોટો પુરાવો બની શકતી હોઈ આરોપીઓએ તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ સળગાવી નાખી હતી. અગાઉ આ જ યુવતીએ સૂરજ પર દૂષ્કર્મની ફરિયાદ પણ કરી હતી.

બીજી બાજુ ધારા ગુમ થઈ હોય તેવું બતાવવા સૂરજના મિત્ર મીતની માતાને પણ આરોપીઓએ ધારાના કપડા પહેરાવી અમદાવાદના પાલડીમાં આમ તેમ ફેરવી હતી. પોલીસને ગેર માર્ગે દોરવા આવું બધું કરાયું હતું જેથી સીસીટીવીમાં પોલીસ કાંઈક બીજું જ ચિત્ર જોઈ શકે. જોકે પોલીસ એમ કાંઈ થાપ ખાય તેમ ન્હોતી. પોલીસે બધું જ બહાર કઢાવી લીધું અને આખરે હવે પોલીસ તેને સ્થળ પર લઈ જઈ પુછી રહી છે કે બતાવ તે છોકરીની કેવી રીતે હત્યા કરી હતી. મતલબ કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT