સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને 2015ના આંદોલન કેસમાં આપ્યા જામીન

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને 2015ના આંદોલન કેસમાં આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને 2015ના આંદોલન કેસમાં આપ્યા જામીન
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2015ના આંદોલનના કેસમાં પાટીદાર નેતા અને હાલ ભાજપમાં જોડાઈ ધારાસભ્ય બની ચુકેલા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે ભાજપ નેતાને સુપ્રીમ કોર્ટ દ્વારા રમખાણો, હિંસા અને આગચંપી સહિતના ગુનાઓમાં રાહત મળી છે.

કોર્ટમાં હાર્દિકને ક્યારેક રાહત તો ક્યારે પડ્યા છે ફટકા પણ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. જે પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં તો પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા પછી તેમણે હાલમાં જ ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી ધારાસભ્ય બની ગયા હતા. હવે સર્વોચ્ચ અદાલતે મોટી રાહત આપી છે. આ કેમસાં તેમને કોર્ટ દ્વારા પસાર કરાયેલા અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના તથા હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરી 2020માં પણ હાર્દિક પટેલની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. તે વખતે તે કોંગ્રેસમાં હતા.

પુરાવાનો અભાવઃ જિયા ખાન સ્યુસાઈડ કેસમાંથી સૂરચ પંચોલી નિર્દોષ છૂટ્યો

હાર્દિક પટેલે 2015ના કેસમાં આગોતરા જામીન માટે વિનંતી કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે નકારી નાખી હતી. હાર્દિક પટેલને મહેસામાની નીચલી કોર્ટે દોષિત ઠેરવી બે વર્ષની સજા કરી હતી. 2019માં લોકસભા ચૂંટણી લડવાની હાર્દિક પટેલની તૈયારીઓ હતી ત્યાં હાઈકોર્ટમાં આ સજા સસ્પેન્ડ કરવાની હાર્દિક પટેલ દ્વારા માગ કરાઈ હતી જોકે કોર્ટે તે અરજી ફગાવી દેતા હાર્દિક પટેલ લોકસભા લડી ના શક્યા. જે પછી આ આદેશને સુપ્રીમ કોર્ટમા પડકાર્યો હતો. જેને ગત વર્ષે એપ્રિલમાં દોષિત ઠેરવવા પર સ્ટે મુકાયો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT