રાજકોટમાં CA નો અભ્યાસ કરતાં વિધ્યાર્થીએ મોત કર્યું વ્હાલું, છેલ્લા ઘણા સમયથી રહેતો હતો ગુમસુમ
રાજકોટ: રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિધ્યાર્થીઓના આપઘાતના કિસ્સામાં થતાં વધારાએ ચિંતા વધારી છે. આ દરમિયાન વધુ એક આપઘાતની ઘટના…
ADVERTISEMENT
રાજકોટ: રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિધ્યાર્થીઓના આપઘાતના કિસ્સામાં થતાં વધારાએ ચિંતા વધારી છે. આ દરમિયાન વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં CA નો અભ્યાસ કરતાં વિધ્યાર્થીએ ઘરે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરતાં ચકચાર મચ્યો છે.
શહેરના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતો અને સી એ માં અભ્યાસ કરતા વિધાર્થીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા એકના એક પુત્રના મોતથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવને પગલે ભકિતનગર પોલીસે તપાસ કરતા વિધાથીએ અભ્યાસમાં ડિપ્રેશનમાં આવી પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તારણમાં બહાર આવ્યુ છે.
.લાંબા સમય સુધી પાર્થ પોતાના રૂમમાંથી બહાર ન આવતા…
રાજકોટમાં કોઠારિયા રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતા અને CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવ અંગે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, 20 વર્ષીય પાર્થ વિરલભાઈ ગોહેલે બપોરના સમયે પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.લાંબા સમય સુધી પાર્થ પોતાના રૂમમાંથી બહાર ન આવતા પરિવારના સભ્યોએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે, પાર્થે રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી પરિવારના સભ્યોએ તેના રૂમનો દરવાજો તોડ્યો હતો. જેવા પરિવારના સભ્યો તેના રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમને જોયુ કે, તેમના દીકરા પાર્થે આપઘાત કરી લીધો છે.
ADVERTISEMENT
કોરોનાના વધતા કેસો વચ્ચે આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત
છેલ્લા ઘણા સમયથી રહેતો હતો ગુમસુમ
પરિવારના સભ્યોએ સૌપ્રથમ 108ને જાણકરી હતી અને ત્યારબાદ પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી મુજબ, પાર્થ CAનો અભ્યાસ કરી રહ્યો હતો. પાર્થના પરિવારમાં તેના માતા-પિતા અને એક બહેન છે. છેલ્લા ઘણા સમયથી તે ગુમસુમ રહેતો હતો અને કરિયરના ટેન્શનમાં તેણે ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોય તેવી માહિતી પોલીસે આપી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT