સ્ટ્રીટ લાઈટ નીચે ભણતા વિદ્યાર્થીઓને જોઈ સુરતના શિક્ષકોએ કર્યું એવું કામ કે તેમનું જીવન બદલાઈ જશે

ADVERTISEMENT

Helping hands
Helping hands
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક સામાન્ય નથી હોતા. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં પળે છે. આવું જ એક ઉદાહરણ ગુજરાતના સુરતમાં જોવા મળ્યું જ્યાં એક સરકારી શાળાના શિક્ષકોએ રાતના અંધારામાં સ્ટ્રીટ લાઇટ નીચે રસ્તા પર ભણતા બાળકોના ઘરે સોલાર પેનલ લગાવી જીવન બદલવાનો પ્રયાસ કર્યો છે.

ઉમરેઠમાં છેડતીનો મામલો પહોંચ્યો બે ધર્મ વચ્ચેની બબાલ સુધીઃ અથડામણના CCTV આવ્યા સામે

ચર્ચા કરીને સોલાર પેનલ નાખવાનું નક્કી કર્યું
સુરતમાં ડોક્ટર અબ્દૂલ કલામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોના ધ્યાનમાં આવ્યું કે કેટલાક બાળકો ભણવામાં ખુબ તેજસ્વી છે. તેમનો પરિવાર ખેતમજુરી કરી જીવન ગુજારો કરે છે. ખેતરમાં તેમના સુધી વીજળી પહોંચી શકે તેમ ન્હોતી તેથી આ બાળકો સ્ટ્રીટ લાઈટના અજવાળે ભણતા હતા. જોકે શિક્ષકોના ધ્યાને આ બાબત આવતા તેમણે આ બાબતે શાળામાં ચર્ચા કરી અને બાળકોના ઝુંપડામાં તેમને અજવાળુ મળી રહે તે માટે સોલાર સિસ્ટમના ઉપયોગથી તેમના ઘરે ઉજાસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સાથે ના માત્ર તેમના ઝુંપડામાં પણ તેમના જીવનમાં અંધકાર દૂર કરવાનો આ એક સરાહનીય પ્રયાસ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT