ચોમાસાની સીજનમાં વધુ એક ઘટનાઃ આણંદમાં ઝાડ પર હતો 6 ફૂટનો અજગરઃ સલામત છોડાયો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આમતો ચોમાસામા સાપ, અજગર, મગર જેવા પશુઓ પોતાનુ રહેઠાણ છોડી બહાર આવતા હોય છે. પરંતુ આણંદ જિલ્લાના નદી પટ્ટાના વિસ્તારમાં અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે. જોકે આજે આણંદ જિલ્લાના આણંદમાં આવેલા બેડવા ગામ જે મહિસાગર નદી પટ્ટાનો વિસ્તાર છે. જ્યાં આજે હરિદર્શન ફાર્મ વિસ્તારમાં આવેલા એક ઝાડ પર આશરે 6 ફૂટનો અજગર દેખાતા સ્થાનિકો ગભરાઈ ગયા હતા. તુરંત નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ સોલંકી દ્વારા સ્થળ પર પહોંચી વન વિભાગના અધિકારીઓને જાણ કરાઈ હતી જે બાદ નેચર હેર ફાઉન્ડેશનના સેવકો, વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા વન વિભાગના કર્મચારીઓ એ ભેગા થઈને ઝાડ પર ચડી સુરક્ષિત રીતે અજગરને કોથળામાં ભરી સુરક્ષિત જગ્યા પર કુદરતી આવાસમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

પકડાયો ઈન્ડિયન રોક પાયથન
આ અજગર વિશે માહિતી આપતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ સોલંકી એ જણાવ્યું કે, અમને કોલ આવ્યો કે હરિદર્શન ફાર્મ સામે ઝાડ પર લગભગ 6 ફૂટનો અજગર છે. ઘટનાની જાણ સંસ્થાના હેલ્પ લાઈન નંબર પર થતાં સ્વયંસેવકો ઘટના સ્થળ પર જવા નીકળી ગયા. બેડવા મુકામે પહોંચી જોયું તો 6 ફૂટનો અજગર વડના ઝાડ પર છે. વનવિભાગના આર.એફ.ઓ. ને જાણ કરતાં વનવિભાગ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. ત્યાર બાદ સ્વયંસેવક અતુલ પરમાર દ્વારા ઝાડ પર ચઢી અજગરને સુરક્ષિત રીતે પકડી અને કોથળામાં ભર્યો હતો. આ સમગ્ર ઘટનામાં નેચર હેલ્પ ફાઉન્ડેશનના અતુલ પરમાર, પિયુષ પરમાર, યસ શાહ તથા વી.એન.સી. ના સ્વયંસેવક ગિરીશ પટેલ અને સુભમ હાજર હતા. વનવિભાગમાંથી ધારાબેન તથા સ્ટાફે પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. આ અજગર Indian Rock Python જ છે જે ભારતમા સામાન્ય રીતે જોવા મળે છે. અજગર આશરે 6 ફૂટ લાંબો તથા આશરે 14 કિલો વજન ધરાવતો હતો. તેને પુનઃવસવાટ માટે તેના કુદરતી આવસમાં મુક્ત કરવામાં આવ્યો છે.

ખેડાઃ સંતો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને લઈને નીકળ્યા બજારમાં

મહત્વનું છે કે, સામન્ય રીતે અજગર શબ્દ સાંભળતાં જ આપણા મનમાં એક મોટા જાડા અને લાંબા વિશાળકાય સાપની આકૃતિ રચાઈ જ જાય, ભારતમાં મળતા ત્રણ પ્રકારના અજગરમા INDIAN ROCK PYTHON, BURMESE PYTHON, RETICULATED PYTHON આ ત્રણ પ્રકારના અજગર ભારતમાં હયાત છે. ગુજરાતમાં આ ત્રણમાંથી એક Indian Rock Python (ભારતીય અજગર જોવા મળે છે, જેનું વિજ્ઞાનિક નામ પાયથન મોલુરસ (Python Molurus) છે .અજગર એક બિનઝેરી અને શરમાળ સ્વભાવનો સાપ છે. જે મોટા ભાગે રાત્રીના સમયે સક્રિય હોય છે. એટલે કે નિશાચર છે અને ગુજરાતના જંગલો અને નદીનાળા કે જયાં પાણી સારા પ્રમાણમા મળી રહે એવા ઝાડી ઝાંખરા અને કોતરો અને વાડી વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. અજગરને જો છંછેડવા કે હેરાન કરવામાં આવે તો જ એ એના સ્વાબચાવમાં હુમલો કરે છે કે ડરાવે છે. જે કુદરતી છે. બાકી મોટાભાગે એ માણસ સાથે ઘર્ષણ કે નજરમાં આવવાનું પણ ટાળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT