Congress ના નવા અધ્યક્ષ બન્યા Shaktisinh Gohil, હવે ગુજરાત નહીં સૌરાષ્ટ્ર પર ફોકસ..?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની કમાન હવે રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના જુના જોગી શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસની કમાન અત્યાર સુધી જગ્દીશ ઠાકોરના હાથમાં હતી. હાલમાં જ ગુજરાત કોંગ્રેસમાં નવા જુની થવાના એંધાણ મળી રહ્યા હતા પરંતુ આ દરમિયાનમાં શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ પદ માટે નક્કી થશે તેની શક્યતાઓ ઓછી વર્ણવવામાં આવી રહી હતી. જોકે કોંગ્રેસે હાલ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસની સત્તાવાર જાહેરાતમાં જગ્દીશ ઠાકોરના સ્થાને હવે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા પાર્ટી પ્રેસીડેન્ટ બન્યા છે.

ભાજપના MLA ના ઘરે ગ્રેનેડથી હુમલો, 48 કલાકની શાંતિ બાદ ફરી એકવાર ભડકો

ઉલ્લેખનીય છે કે તેઓ અત્યારે દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત હતા પરંતુ તેમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. વિધાનસભાના પૂર્વ નેતા પરેશ ધાનાણી અને દીપક બાબરિયાના નામની પણ ચર્ચાઓ જાગી હતી. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, પુડુચેરીમાં વી. વૈથલિંગમ અને મુંબઈમાં વર્ષા ગાયકવાડના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રેસિડેન્ટ તરીકે જે દીપક બાબરિયાનું નામ ચાલી રહ્યું હતું તેમને હરિયાણા અને દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

શક્તિસિંહ અંગે જાણીએ
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત શક્તિસિંહ ગોહીલ હાલ રાજ્યસભા સાંસદ પણ છે. 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લીમડામાં જન્મેલા શક્તિસિંહ પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. ભાવનગર યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રમાં સ્પેશ્યાલિટી સાથે વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકોત્તર મેળવ્યું હતું ઉરાંત તેમણે પત્રકારત્વમાં પણ ડિપ્લોમા કરેલું છે. આ 1990થી ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠક પર તેમણે જીત મેળવ્યા પછી તેઓ સતત આ બેઠક પર પોતાનું ગઢ જમાવી શક્યા હતા. જે પછી સમય જતા અબડાસા તેમની પરંપરાગત બેઠક બની હતી. સરકારમાં તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે નાણા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આયોજન મંત્રી તરીકેનો પદભાર પણ સંભાળ્યો છે. અહીં સુધી કે તેઓ દંડક પણ રહી ચુક્યા છે. જોકે કોંગ્રેસના હાથમાંથી સત્તા ગયા પછી તેઓ વિરોધ પક્ષના નેતા પણ રહી ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT