સંજીવની દુધની થેલીઓ રસ્તા પર રઝળતી મળી, ઉઠયા ફરી અનેક સવાલો
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય તે માટે દૂધ સંજીવની યોજના શરુ કરવામાં આવી હતી . ત્યારે…
ADVERTISEMENT
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય તે માટે દૂધ સંજીવની યોજના શરુ કરવામાં આવી હતી . ત્યારે આ યોજનાના અનેક વાર ધજાગ્ર ઊડી ચૂક્યા છે. ત્યારે વધ ઉએક વખત આ યોજનાનું દુધ બાળકોના મુખ પરથી છીનવાઇ અને ચોટીલાના જયોતિનગર રસ્તા પર રઝળતું જોવા મળ્યું છે.
શાળા અને આંગણવાડીમાં બાળકોને અપાતા સંજીવની દુધની ઢગલાબંધ થેલીઓ રસ્તા પર રઝળતી જોવા મળી છે.ચોટીલાના જયોતિનગર પાછળ પાળીયાદ જવાના રસ્તે દુધની થેલીઓ જથ્થાબંધ પડેલ હોઇ કોઇ જાગૃત નાગરીક એ વિડીયો વાયરલ કર્યો હતો. બાળકોને આપવાના સંજીવની દુધની થેલીઓ કચરામાં જાહેરમાં પડેલી જેવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે. બાળકોના મોઢાનો કોળીયો કોણે ઝુટવિયો આ દુધની થેલીઓનો મોટા પ્રમાણમા નિકાલ કરવામાં કોનો હાથ છે તેની તપાસ થવી જોઇએ અને કસુરવાર પર યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી લોકોની માંગ
તપાસનો વિષય
આ સંજીવની દુધની થેલીઓ શાળા કક્ષાએ ફાળવણી બાળકોને પુરૂતા પ્રમાણમાં વિટામીન મળે અને કુપોષણ ઘટે તેવા આશયથી આપવામાં આવે છે. પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં આવતા બાળકો માટે ફ્લેવર્ડ દૂધના પાઉચ પહોંચાડવામાં આવે છે પરંતુ આ દૂધ બાળકોના પેટમાં જવાને બદલે વેડફાતું હોવાની અવારનવાર ઘટનાઓ સામે આવે છે. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટના સામે આવી છે.પરંતુ આટલી મોટી માત્રામાં દુધની થેલીઓનો નિકાલ કોણે કર્યો શા માટે કર્યો એ તંત્ર નો તપાસનો વિષય છે.
ADVERTISEMENT
ફરી આવશે આકાશી આફત, માવઠાને લઈ હવામાન વિભાગે જાણો શું કરી આગાહી
અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે
આ દુખ રસ્તા પર રઝળતું પહેલી વખત નથી જોવા મળ્યું ગત સપ્તાહે કવાંટ તાલુકાના નળવાંટ ગામે શાળાની પાછળના ભાગે આવેલ નદીમાં હજારો દૂધના પાઉચ રઝળતા જોવા મળ્યા હતા. ત્યારે દૂધ સંજીવની યોજનાના પાઉચના વેડફાટ અંગે વાયરલ થયેલા વીડિયો બાદ તાલુકા શિક્ષણાધિકારી પણ તપાસમાં પહોંચ્યા પરંતુ આવી તપાસો અગાઉ પણ થઈ છે જેનું કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. ત્યારે આ પહેલા નસવાડીની શાળામાં ભૂંડ દૂધ પિતા હોવાનું સામે આવ્યું હતું આવી જ રીતે બોડેલીની વાલોઠી શાળામાં શ્વાન દૂધ પિતા હોવાની તસવીરો સામે આવી હતી ચૂકી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT