હિંમતનગર પાસે દેખાયો બાળ દીપડોઃ સડસડાટ ચઢી ગયો ભેખડઃ Video

ADVERTISEMENT

હિંમતનગર પાસે દેખાયો બાળ દીપડોઃ સડસડાટ ચઢી ગયો ભેખડઃ Video
હિંમતનગર પાસે દેખાયો બાળ દીપડોઃ સડસડાટ ચઢી ગયો ભેખડઃ Video
social share
google news

સાબરકાંઠાઃ સાબરકાંઠાના હિંમતનગરમાં એક બાળ દીપડો દેખાયો છે. બાળ દીપડાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. આ વીડિયો હિંમતનગરનો હોવાનું કહેવાય છે. રોડ ક્રોસ કરીને આ દીપડો સડસડાટ માટીની ભેખડ ચઢી જતો આ વીડિયોમાં જોવા મળ્યો છે.

Ahmedabad: હોટલમાંથી HIV પોઝિટિવ યુવતીની મળી લાશ, સાથી યુવાન છૂમંતર

સાબરકાંઠાના હિંમતનગર પાસે ડેમાઈ વિરાવાડા રોડ પર એક દીપડાનું બચ્ચું રાત્રી દરમિયાન રોડ ક્રોસ કરતું જોવા મળ્યું હતું. આ દૃશ્ય ત્યાં હાજર સ્થાનીક દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી લવાયું હતું. દીપડાના બચ્ચા અંગે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી હતી. ઈડર અને હિંમતનગરના જંગલ વિસ્તારમાં તો અવારનવાર દીપડો જોવા મળતો જ હોય છે. આ વીડિયો ચારેક દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દેખાય છે કે એક બાળ દીપડો ઝાડીઓમાંથી રોડ પર આવે છે અને રોડ ક્રોસ કરીને સામે રહેલી માટીની ભેખડ સડસડાટ ચઢી જાય છે. જુઓ આ વીડિયો…

(ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT