સુકા મેવા પણ સસ્તા લાગશેઃ મસાલાઓના ભાવ આસમાને પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ તીખું, મસાલેદાર ભોજન જમવાના શોખીન છો, તો તમારી થાળી સુકા મેવા કરતાં પણ મોંઘી થઈ જાય તો નવાઈ ના પામતા. હાલમાં આપણે ત્યાં ખાસ કરીને મસાલાઓ એક સાથે ભરી લેવાની સિઝન છે. ત્યારે હવે મસાલા ભરવા મોંઘા થયા છે. મોંઘા થવા પાછળ ઓછા ઉત્પાદનની જાણકારીઓ સામે આવી રહી છે. ખાસ કરીને કશ્મીરી લાલ મરચાંનો ભાવતો એટલો ઊંચો થયો છે કે તમારી વાનગીમાંથી રંગ ફિક્કો પડી જાય તો ચોંકી જતા નહીં.

કશ્મીરી લાલ મરચું તીખું લાગશે
ચાલો આજે આપણે વાત કરીએ મસાલાઓની બજાર કિંમતોની તેમાં પણ કશ્મીરી લાલ મરચાની કિંમત તો 850 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. જ્યારે બદામના ભાવ 750 રૂપિયા કિલો છે ત્યાં કશ્મીરી લાલ મરચાએ વાનગીનો રંગ ઉડાવી દે તેવો કુદકો ભાવમાં માર્યો છે. આ તરફ જીરું 600 રૂપિયા પ્રતિ કિલો છૂટક બજારમાં મળવા લાગશે ત્યારે તમને યાદ આવશે કે સુકી દ્રાક્ષનો ભાવ તો 450 પ્રતિ કિલો છે.

પુણેથી મુંબઈ આવતી બસ ખીણમાં પડીઃ 12 વ્યક્તિના મોત, ઘણા ઈજાગ્રસ્ત

માવઠાએ માર્યો વધુ માર
આટલું જાણીને જ તમને થયું હશે કે બસ કરો, પણ હજુ તો આ પણ જાણી લો કે ભાવમાં થયેલા આ ઉછાળા પાછળ હાલમાં આવેલા માવઠા અને તેના મારને કારણે થયેલા નુકસાન પણ એટલા જ કારણભૂત છે. માવઠાથી થયેલા નુકસાનને કારણે ઉત્પાદન અને તેની વેચાણ કિંમતોમાં ફેરફાર બહુ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. કારણ કે જ્યાં જીરું ગત વર્ષે 325 રૂપિયા પ્રતિકિલો હતું તે આજે 450નો ભાવ અડકી ગયું છે.

ADVERTISEMENT

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં મરચાના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણાનો સમાવેશ થાય છે. ગુજરાતીઓમાં કશ્મીરી લાલ મરચાની ડિમાન્ડ ઘણી છે. વાનગીમાં રંગ એવો પકડે છે કે તેના કારણે વાનગી સ્પાઈસી વધારે લાગે છે જેની માગ અહીં ઘણી છે. આ તરફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કૃષિ સમિતિ ભાવ વધારાને રોકવામાં ગુજરાત સરકાર મદદ કરે તે અંગેની રજૂઆત કરવાની તૈયારીઓમાં છે. તેના ચેરમેન આશિષ ગુરુ કહે છે કે, ઓછા ઉત્પાદન અને માગની સ્થિરતાને કારણે મસાલાઓના ભાવ અત્યંત વધ્યા છે. અમારી નિકાસ વધી રહી છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. તેથી અમે માનીએ છીએ કે આવનારા વર્ષોમાં ખેતી વધશે. મસાલાના ભાવ વધારાને રોકવા રાજ્યને વિનંતિ કરીશું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT