30થી વધુ મુસાફરો સાથે જતી સુરતની બસનો રાજપીપળામાં ટ્રક સાથે અકસ્માતઃ લોકોની ચીસ પડી ગઈ
નર્મદાઃ સુરત-છોટાઉદેપુરની બસનો આજે શનિવારે રાજપીપળામાં અકસ્માત થયો છે. આ બસ પુલ પાસે બેદરકારીથી ઊભી કરી દેવાયેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રક ચાલકો અહીં…
ADVERTISEMENT
નર્મદાઃ સુરત-છોટાઉદેપુરની બસનો આજે શનિવારે રાજપીપળામાં અકસ્માત થયો છે. આ બસ પુલ પાસે બેદરકારીથી ઊભી કરી દેવાયેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રક ચાલકો અહીં ગમે ત્યાં રોડ પાસે પાર્કિંગ કરી દેતા હોવાને કારણે અરવાનવાર અકસ્માત થયા છે. જેમાં ઘણા લોકોને મોત મળ્યું છે છતાં તંત્રને ભાન નથી પડી રહ્યું કે હેલમેટ અને સિટબેલ્ટના નિયમો કરતા પણ વધુ કડકાઈથી પાર્કિંગના નિયમોને પાળવાની જરૂર છે અને ખાસ કરીને હાઈવે કે ખુલ્લા રસ્તાઓ પર. રાત્રી દરમિયાન આવા ઘણા અકસ્માતો થઈ ચુક્યા છે.
અંબાજીના દર્શન કરશે ધીરેન્દ્ર શાસ્ત્રી, અમદાવાદના કોટક હાઉસમાં રાત્રી રોકાણ
તમામ મુસાફરોનો આબાદ બચાવ
શનિવારે છોટાઉદેપુર સુરતની એક બસ રાજપીપળા કરજણ પુલ પાસે એક બેદરકારીથી ટ્રકને રોડ પાસે જ ઊભી કરી દેવાઈ હતી. જેમાં અચાનક બસ ચાલકનો કાબુ ના રહેતા બસ ટ્રકની પાછળ ભટકાઈ હતી. અકસ્માત થતા જ મુસાફરોના જીવ પણ પડીકે બંધાયા હતા અને દરેકની બુમ નીકળી ગઈ હતી. દરમિયાન તમામના સદભાગ્ય કહો કે, 30થી વધારે મુસાફરો આ બસમાં બેઠા હતા જોકે તમામના જીવ બચી ગયા હતા. જોકે તેમને ઈજાઓ થઈ છે, ડ્રાઈવરને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંતના મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ટ્રક રોડની બિલકુલ વચ્ચે ઊભી કરી દેવાઈ હતી. ટ્રકનું ટાયર બદલવાનું કામ ચાલી રહ્યું હોવાની વિગતો મળી રહી છે.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT