રાજકોટની સિનર્જી હોસ્પિટલની યુવાન ડોક્ટરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, લાશ બદલાઈ જતા તંત્ર દોડતું
રાજકોટઃ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી યુવાન મહિલા ડોક્ટરે પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાની…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી યુવાન મહિલા ડોક્ટરે પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવી છે. જોકે હજુ સુધી મહિલા ડોક્ટરે કેમ આપઘાત કર્યો છે તેની જાણકારી મળી નથી પરંતુ પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તેણીની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ આંગન 1માં રહેતી 25 વર્ષિય બિંદીયા બોખાણી છેલ્લા એક વર્ષથી 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ તથા ઈમર્જન્સી વિભાગના ડોક્ટર તરીકે કામ કરતી હતી. તેણીના પિતા એક શિક્ષક છે અગાઉ તેઓ સરપદડ નોકરી કરતા હતા. ગત રાત્રે તેઓ કામ અર્થે જુનાગઢ ગયા હતા. દીકરી ઘરે એકલી હતી. ગત રાત્રે બિંદીયાને માતા જાનુબેનનેફોન કર્યો અને ત્યારે તેણે ફોનનો જવાબ આપ્યો ન્હોતો. જોકે દીકરી કોલનો જવાબ આપી રહી ન હોવાને લઈને તેમણે તેના પિતા ગોવિંદભાઈને વાત કરી હતી. જે પછી તેમણે તેના પડોશીને કહ્યું અને દરવાજો ખોલાવતા બિંદીયા ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોવા મળી હતી.
પાટણ નગરપાલિકામાં 2 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પાણી પુરવઠાના ચેરમેનને લોકોએ લખાવ્યું રાજીનામું
લખ્યુંઃ જીંદગીથી કંટાળી ગઈ છું
બિંદીયાના આપઘાતની વાત પરિવાર માટે ભારે આઘાતના સમાચાર હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેણીની એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. અંતિમ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, હું જીંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો, કોઈનો વાંક નથી.
ADVERTISEMENT
લાશ બદલાઈ જતા તંત્ર દોડતું
આ તરફ જ્યારે પોસ્ટ મોર્ટમ પછી તેઓ અંતિમવિધી માટે દીકરીની લાશ લઈને પોતાના મૂળ ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા તેમને જાણ કરાઈ કે તે જેમની લાશ લઈને જઈ રહ્યા છે તે તેમની દીકરીની લાશ નહીં પણ એક અન્ય મહિલાનો મૃતદેહ છે. ઉલ્લેખનીય છે કે લાશ બદલાઈ ગયાની વાત સામે આવતા હોસ્પિટલના તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી હતી. પોતાની દીકરીની લાશ સમજી પરિવાર દુખમાંને દુખમાં આંસુ સારતો બીજી મહિલાની લાશને લઈ ગયો હતો. આખરે તેઓ પાછા હોસ્પિટલ આવ્યા હતા અને હાજર પ્યુન દ્વારા તેમને તેમની દીકરીનો મૃતદેહ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT