Rajkot News: ‘આપણે કોઈને નડવાનું નહીં, નડે એને છોડવાના નહીં’- વજુભાઈ વાળા
Rajkot News: રાજકોટ (Rajkot)માં યોજાયેલી જન્માષ્ટમી (Janmashtami)ની શોભાયાત્રામાં સનાતન ધર્મ (Sanatana Dharma)મામલે વજુભાઈ વાળાએ ઘણા નિવેદનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રા દરમિયાન તેમણે…
ADVERTISEMENT
Rajkot News: રાજકોટ (Rajkot)માં યોજાયેલી જન્માષ્ટમી (Janmashtami)ની શોભાયાત્રામાં સનાતન ધર્મ (Sanatana Dharma)મામલે વજુભાઈ વાળાએ ઘણા નિવેદનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રા દરમિયાન તેમણે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની હાકલ કરી હતી. અહીં પણ આજે સાળંગપુર હનુમાન મંદિરના વિવાદ (Salangpur Temple)ના પડઘા પડ્યા હતા.
કૃષ્ણના ઉપદેશની વાતો કરતા કરતા વજુભાઈ આ શું બોલ્યા?
વજુભાઈ વાળા આજે રાજકોટ ખાતે યોજાયેલી જન્માષ્ટમી શોભાયાત્રામાં જોડાયા હતા. જેવી રીતે આપ જાણો છો કો વજુભાઈ વાળા પોતાના ધારદાર ભાષણને કારણે એટલા જ પ્રચલીત છે. ત્યારે હવે આજે જ્યારે તેમની પાસે માઈક આવ્યું કે તેમણે ધુંવાધાર બેટીંગ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે નાની નાની ભૂલોમાં તલવાર કાઢી લેવી યોગ્ય નથી જેવપણ વિવાદ છે તેનો સુખદ ઉકેલ આવશે. હા ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ના થાય તે જરૂરી છે.
તેમણે કહ્યું કે, જે વ્યક્તિનું ચારિત્રય શુદ્ધ છે, ધર્મ પ્રેમી છે, રાષ્ટ્રપ્રેમી છે તેવી રીતે જીવવા આપણે કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો છે. સમગ્ર હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવાનું નહીં પણ આપણને જે નડેને એને છોડવા પણ નથી. અમે કોઈને છંછેડીશું નહીં પણ જો કોઈએ અમને છંછેડ્યા તેને છોડીશું પણ નહીં. મર્દાનગીથી જીવો.
ADVERTISEMENT
ADVERTISEMENT