ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ચુપકેથી બેસી જશે વિજ્ઞાન જાથાના 50 માણસો: આ સવાલોના માગશે જવાબ

ADVERTISEMENT

Rajkot, Divya Darbar, Lok darbar, Dhirendra shastri, Vigyan Jatha, Jayant Pandya
Rajkot, Divya Darbar, Lok darbar, Dhirendra shastri, Vigyan Jatha, Jayant Pandya
social share
google news

રાજકોટઃ રાજકોટમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈને ગુજરાતભરમાં એક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના સામે હવે વિજ્ઞાન જાથા પડ્યું છે. જેના સભ્યો દ્વારા આજે રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જે દરમિયાન મીડિયા સાથે વાત કરતા વિજ્ઞાન જાથાના ચેરમેને કહ્યું કે, તેમના દરબારમાં જ અમારા 50 માણસો બેસી જશે. અમે તેમને કેટલાક સવાલો કરીશું. તેઓ તેના સાચા જવાબ આપી બતાવે.

પ્રતાપ દૂધાતે ધીરેન્દ્ર શાસ્ત્રીને લખ્યો પત્ર, કહ્યું કપાસનાં ભાવ 1500 માંથી 2400 આ સરકાર આપશે ?

કયા કરશે સવાલો?
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કહે છે કે, 1 અને 2 જુને રેસકોર્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તેમની મંજુરી બંધ કરવી જોઈએ. સનાતન ધર્મની આડમાં હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તે બિલકુલ ગેરબંધારણીય છે. અમે આ દિવસે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાના છીએ. રેલી કરવાના છીએ. અમારા તે દિવસે દરબારમાં જ 50 લોકો બેસી જશે. અને પુછશે કે બાબા કહી દો કે અમારા વિજ્ઞાન જાથાના 50 માણસો તમારા જ દરબારમાં બેઠા છે, તેમના નામ કહી દો? તેમના ખિસ્સામાં શું છે? તેમના ખિસ્સાની નોટના નંબર શું છે? એટીએમના નંબર શું છે? પાનકાર્ડના નંબર શું છે ? તેવી ચેલેન્જ કરીશું. લોકોને માત્ર ફેસ રિડિંગ દ્વારા ગેરમાર્ગે દોરે છે. આવા શખ્સ સામે કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા 32 વર્ષથી કામ કરે છે. અમારા શબ્દકોષમાં ડર ભયનો શબ્દ નથી. લોક દરબાર ચાલુ થાય તે પહેલા પણ જો જાથાની પરીક્ષામાં તે તૈયારી બતાવે તો અમારા આ સવાલોના જવાબો આપી દે.

(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT