રાજકોટઃ ચાલુ ક્લાસે વિદ્યાર્થીના મોતના CCTV આવ્યા સામે, અન્ય વિદ્યાર્થીઓએ કરી મદદ પણ…
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાન, કિશોરાવસ્થા અને બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવવા લાગી છે ત્યારે લોકોમાં તો ચિંતાજનક વાતાવરણ જોવા મળી જ…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાન, કિશોરાવસ્થા અને બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવવા લાગી છે ત્યારે લોકોમાં તો ચિંતાજનક વાતાવરણ જોવા મળી જ રહ્યું છે પરંતુ સરકાર આ બાબતે કેટલી ચિંતામાં છે તે આપણે સહુ જાણીએ છીએ. ખાણી પીણી, પ્રદુષણ વગેરે જેવી ઘણી બાબતો લોકો માટે દિવસેને દિવસે મોટા પડકારો ઊભા કરી રહી છે. ત્યારે રાજકોટમાં એક વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં ઢળી પડ્યો હતો. ક્ષણભરમાં તે હતો અને ન્હોતો થઈ ગયો. પરિવાર માટે આ કેટલી દુઃખદ ઘટના છે તેનો અંદાજ પણ કદાચ આપણને ન આવી શકે પરંતુ આ ઘટનાને કારણે પરિવાર અને તેના મિત્ર વર્તુળમાં ઘેરો શોક છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું પ્રારંભિક રીતે સામે આવી રહ્યું છે પરંતુ હાલ સત્તવાર રીતે સ્પષ્ટતા મળી નથી.
આજે બે વ્યક્તિના થયા મૃત્યુ
આજે એક સાથે બે લોકોના એક હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં ક્લાસમાં વિદ્યાર્થીને ચક્કર આવતા ઢળી પડ્યો હતો. હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. જ્યારે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત કારેણાના નાના ભાઇ વિજયભાઈ કારેણાનું આજરોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. આમ આજે જૂનાગઢ અને રાજકોટમાં હાર્ટએટેકથી મોતની ઘટના સામે આવી છે.
રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોતની આશંકા
અન્ય સહપાઠીઓએ કરી મદદ
રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ચક્કર આવતા મૃત્યુ થયું છે. વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડિયાપરા છે. પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા. રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ચાલુ ક્લાસ દરમિયાન ચક્કર આવતા બેહોશ થઈ પડી ગયો હતો. આથી અમે તાત્કાલિક 108ને બોલાવી હતી. ફરજ પરના ઇએમટીએ સ્થળ પર જ CPR અને સારવાર આપી હતી. પરંતુ બેભાન હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે પોસ્ટ માર્ટમ બાદ જ બાળકના મોતનું સાચું કારણ જાણી શકાશે. ત્યારે બીજી તરફ હાર્ટએટેકની ઘટનામાં સતત વધારો થતાં તંત્ર પણ ભારે ચિંતામાં મુકાયું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા ત્યારે જોવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓ ટોળે વળીને એક ખુણામાં ઊભા હતા કદાચ ત્યાં સફોકેશન રહ્યું હોઈ શકે છે. દરમિયાનમાં કિશોર બેભાન થઈ જાય છે. તેની આસપાસ રહેલા અન્ય સહપાઠીઓ તેને મદદ કરીને ખુલ્લામાં લઈ જાય છે પરંતુ ત્યાં તે બેભાન અવસ્થામાંથી બહાર આવતો નથી. આખરે 108 એમબ્યુલન્સની મદદ લઈ તેને હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરાઈ પરંતુ કિશોર જીવીત બચી શક્યો ન્હોતો.
ADVERTISEMENT
(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT