CCTV: રાજકોટમાં રખેવાડે ચાલુ બાઈકે લાકડીથી ઢોરને હંકારતા યુવતી આવી અડફેટે
રાજકોટઃ રાજકોટમાં રખડતા ઢોરો, કુતરાનો ત્રાસ એટલો વધ્યો છે કે દર થોડા સમયમાં કોઈને કોઈ ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ તંત્રની લાલીયાવાડી અને વોટ…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકોટમાં રખડતા ઢોરો, કુતરાનો ત્રાસ એટલો વધ્યો છે કે દર થોડા સમયમાં કોઈને કોઈ ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ તંત્રની લાલીયાવાડી અને વોટ બેંકની રાજનીતિએ આ સમસ્યાને વધુ મોટી કરી છે. ત્યારે આજે વધુ એક વખત એક ઘટના સામે આવી છે જેમાં એક યુવતીને રખડતા ઢોરે અડફેટે લીધી હતી.
જુનાગઢઃ વરસાદી નાળામાં રિક્ષા ખાબકી, 12 લોકો ડૂબ્યા, 9 જીવતા મળ્યા પણ…
લાકડીથી હંકારતા ખુંટ્યો દોડ્યો અને…
રાજકોટમાં રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે અને ખ્યાલ નથી કે હજુ કેટલા વર્ષો સુધી યથાવત રહેશે. દરમિયાનમાં આજે મંગળવારે સવાર સવારમાં એક યુવતી ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વેલનાથ ચોક પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન એક ખુંટિયાએ ટુ વ્હીલર ચાલક આ યુવતીને અડફેટે લઈ લીધી હતી. ચાલુ બાઈક પર લાકડી વડે ઢોરને હંકારતા યુવકના કારણે ખુંટિયો દોડ્યો હતો અને યુવતીને અડફેટે લઈ લીધી હતી. જોકે તે પછી આ રખેડવાડ ક્ષણ ભેર પણ ત્યાં ઊભો રહેતો નથી. ના યુવતીની મદદ કરવા માટે કે ના પોતાના ખુંટીયાને હંકારવા માટે ત્યાંથી તુરંત બાઈકની સ્પીડ વધારી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ નહીં તો કદાચ કોઈ માનતું પણ નહીં.
કેદારનાથ સહિત ચારધામ યાત્રા અંગે સૌથી મોટા સમાચાર, યાત્રા અટકાવી દેવા આદેશ
ઉલ્લેખનીય છે કે ઢોરના રખેવાડો પણ રસ્તા પર ચાલુ બાઈકે ઢોરોને એવી રીતે હંકારતા હોય છે કે તેના કારણે અન્યોને પણ ઢોર અડફેટે લઈ લે, અને તેમને આવી કોઈ ઘટનાનો બીલકુલ વસવસો પણ થતો નથી, કારણ કે જો વસવસો થાય તો ઢોરને આવી રીતે હંકારવા અને રખડતું મુકવા કરતાં પોતાની રખેવાડીમાં સાથે રાખે પરંતુ તેવું થતું નથી. આ ઘટનામાં યુવતીને ખુંટયો દોડીને અડફેટે લેતા તે નીચે પડી ગઈ હતી. જોકે તેને સામાન્ય ઈજાઓ થઈ હતી પરંતુ આવી રીતે મોટી ઘટના પણ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT