નવસારી-ડાંગમાં વરસાદની સટાસટીઃ બિપોરજોયની એન્ટ્રી પહેલાના જુઓ Video
નવસારીઃ નવસારી અને ડાંગમાં આજે મંગળવારે બપોરથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસ ભર આજે 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ…
ADVERTISEMENT
નવસારીઃ નવસારી અને ડાંગમાં આજે મંગળવારે બપોરથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસ ભર આજે 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ ભારે વરસાદ પણ પડ્યો હતો. સાંજના સમય પછી સતત 15 મીનીટ સુધી વરસાદ વરસ્યો હતો. જોકે તે જ સમયમાં તો કેટલાક ભાગોમાં પાણી ભરી નાખ્યા હતા. બે ઘડી તો આ વરસાદ બંધ ના થાય તો શું થશે તેવી મુંજવણ ઊભી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં બિપોરજોયની અસરના કારણે આ વાતાવરણ જિલ્લાઓમાં ઊભું થયું છે.
અરવલ્લીની આ ઘટના CCTVમાં કેદ ના થઈ હોત તો ગાયનો જ વાંક નીકળતો, યુવકને લાતોથી કેમ ફરી વળી જુઓ
ગુજરાત તરફ 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય કે તેથી વધી જાય તેવો અંદાજ છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમા લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. જોકે આ વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT
ADVERTISEMENT