વાદળોની મોટી સરવાણી ગુજરાત ભણીઃ 18મીથી 21મી સુધી વધુ એક વખત ધમરોળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત પર વધુ એક વખત ભારે વરસાદની ઘાત મંડરાવા લાગી છે. હાલમાં જ ગુજરાત પર વરસી પડેલા વાદળોએ ગુજરાતના તંત્રના શ્વાસ ફુલાવી દીધા હતા ત્યાં હજુ તો તંત્રને બેઠા થવામાં વાંધા પડી રહ્યા છે અને વધુ એક વખત ગુજરાત ભણી વાદળોનો સમૂહ પ્રયાણ કરવા લાગ્યો છે. આગામી 18મી જુલાઈથી 21મી જુલાઈ દરમિયાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમી અને ભેજ છે સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવીટિ થઈ શકે તેવી પણ સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ ગુજરાત પર આગામી 18મીથી 21મી સુધી ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. આ દરમિયાન ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પણ રહે તો નવાઈ નહીં. ખાસ કરીને પહેલા દક્ષિણ ગુજરાત અને તે પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખબાકે તેમ છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ ખાબકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

શું કહે છે હવામાન વિભાગ
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી કહે છે કે, આવનારા સાત દિવસમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે ત્રણ દિવસમાં વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ નથી પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. છતા મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. ઉપરાંત ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. આગામી 18મીથી 20મી તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમના કારણે ભેર વરસાદ પડે તેવી સંભાવના છે.

ADVERTISEMENT

Chandrayaan-3 ની પહેલી કક્ષા બદલાઈ, હવે ધરતીથી 42,000 kmથી દૂર લગાવી રહ્યું છે ચક્કર

તેમણે કહ્યું કે, 18મી તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ દિવસે અમુક જિલ્લામાં ભારે વરસાદ થાય તેમ શક્યતા રહેલી છે. 19મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. જેમાં હળવો, સામાન્ય અને ભારેથી અતિભારે વરસાદ પણ અલગ અલગ વિસ્તારોમાં રહેવાની સંભાવના છે.

19મીની આગાહી પ્રમાણે, ખાસ કરીને આ દિવસમાં સૌરાષ્ટ્રમાં ઉપરાંત દક્ષિણ ગુજરાતના, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે.આ તરફ કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. 20મી અને 21મીએ પણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે અમદાવાદમાં હળવાથી સમાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT