પ્રતાપ દૂધાતે ધીરેન્દ્ર શાસ્ત્રીને લખ્યો પત્ર, કહ્યું કપાસનાં ભાવ 1500 માંથી 2400 આ સરકાર આપશે ?
અમરેલી: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને…
ADVERTISEMENT
અમરેલી: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને અમદાવાદથી વિવાદ સર્જાયો હતો.ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતનાં પ્રવાસને લઈ હવે રાજકીય રંગ લાગ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાએ સવાલો કર્યા બાદ અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પત્ર લખ્યો છે.
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત ચૂંટણી બાદ પણ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પ્રતાપ દૂધાત ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ખેડૂતોને કપાસના ભાવો બમણા ક્યારે થશે તે અંગે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પત્ર લખ્યો છે. આ સાથે ભાજપે કરેલા વાયદા પણ યાદ કરાવ્યા છે.
જાણો શું લખ્યું છે પત્ર માં
સાવરકુંડલા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પત્ર લખી કહ્યું કે, આપ જ્યારે ગુજરાત માં પધારી રહ્યા છો. ત્યારે અમો આપને આવકારીએ છીએ. આપની દિવ્યરાક્તિ મારફત લોકોની પરચીઓ ખોલીને તેમના ભવિષ્યની જાણકારી આપી રહ્યા છો. ત્યારે અમારા ગુજરાત એક આસ્થામાં માનનાર રાજ્ય છે. જેમાં ધાર્મિક સાધુ સંતો ને સાથે રાખીને ગુજરાત ની પ્રજાને આ સરકાર ધર્મ ની વાતો કરી સાશન કરી રહ્યા છે. ત્યારે આપ પણ ગુજરાત માં પધારી રહ્યા છો, ત્યારે ગુજરાત નાં એક નાગરિક તરીકે આમ પ્રજા, તથા ખેડૂતો, મધ્યમ વર્ગના ગરીબ લોકો વતી આપની સમક્ષ તેમની વેદના રજુ કરી રહ્યો છું. કે, વર્ષ 2016 માં ડીઝલ, પેટ્રોલ, બિયારણ, ખાતર, તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવો આજના કારતા 50 % ઓછા હતા માન.વડાપ્રધાન દ્વારા વર્ષ 2016 માં કહ્યું હતું કે વર્ષ 2022 માં ખેડૂતોને હું બમણી આવક કરાવી આપીશ કપાસ નાં ભાવ રૂ 1500 ની જગ્યાએ રૂ 2400 આપશું પરંતુ તેમાનું આજે કશું પણ દેખાઈ રહ્યું નથી. આમ જનતાને, ખેડુતોને, મધ્યમવર્ગ ના ગરીબ લોકોને પોતાનું જીવન નિર્વાહ માટે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આપની દિવ્યશક્તિ દ્વારા ગુજરાતના ખડૂતોને કપાસનાં ભાવ 1500 માંથી 2400 આ સરકાર આપશે ? ક્યારે મળશે? તેમની આપ દ્વારા પરચીઓ ખોલીને આ ગુજરાત ની જનતાને જણાવશો તેવી આશા રાખું છું.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT