પોળો ફોરેસ્ટ નજીકના વિસ્તારમાંથી પકડાયો 12 ફૂટનો અજગરઃ જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠાઃ હાલમાં વિજયનગર પોળો ફોરેસ્ટની મૌસમ ખુબ ખીલી ઉઠી છે. ખાસ કરીને પહેલા વરસાદ પછી તો અહીં જાણે એક અલગ જ પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. અહીં સહેલાણીઓની સંખ્યા પણ મોટી માત્રામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વરસાદ પછી સરીસૃપો બહાર આવતા હોય છે. આવી જ એક ઘટના પોળો ફોરેસ્ટ નજીકના વિસ્તારમાં બની છે. જ્યાં ખેતરમાંથી 12 ફૂટનો અજગર મળી આવ્યો છે. જોકે આ અજગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડી દેવાયો છે.

ખેડબ્રહ્માઃ ડૂબતા ભાઈને જોઈ બચાવવા ગયેલી બહેનનું પણ મોત, કરુણ બનાવથી ગમગીની

વિજયનગરના વણજ ગામ પાસેથી એક 12 ફૂટનો અજગર મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પડેલા વરસાદને પગલે સરીસૃપો બહાર આવવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. અહીં વણજ ગામ પાસે એક ખેડૂતના ખેતરમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો. જેને લઈને વન વિભાગને ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા જાણ કરાતા વન વિભાગ અહીં દોડી આવ્યું હતું. ફોરેસ્ટ અધિકારી પલકબેન ઝાલા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ અજગરને બાદમાં વિજયનગરના જંગલમાં સુરક્ષીત રીતે છોડી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝનમાં પોળો ફોરેસ્ટનની સુંદરતા મન મોહી લેનારી થઈ જાય છે. ખાસ કરીને અહીં માહોલ અત્યંત ખુશનુમા થઈ જતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે. જોકે જંગલની સંપદાને નુકસાન ના પહોંચે તે રીતે અહીં વર્તન કરતા ઘણા ઓછા લોકો જોવા મળતા હોય છે. તેથી આપને જણાવી દઈએ કે પર્યાવરણની જાળવણી માટે આપણે જાગૃત્ત થવાની આવશ્યક્તા છે કે જેથી આવા કુદરતી સૌંદર્યને આપણે અને આપણી આવનારી પેઢીઓ પણ માણતી રહે.

(ઈનપુટઃ હિંમત પટેલ, સાબરકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT