મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં Z+ની જયાફત ઉડાવનાર CM ના PRO નો પુત્ર અને એક અન્યને સાક્ષી બનાવી દેવાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલ હાલ દેશના દરેકે દરેક નાગરિકની જીભે ચડી ચુક્યો છે. જો કે કિરણની પત્નીનો દાવો હતો કે જ્યારે તે ગયો ત્યારે તેની સાથે બીજા બે લોકો પણ હતા જે ભાગી ગયા. જો કે હવે આ અંગે નવો ખુલાસો થયો છે. કિરણ પટેલ સાથે રહેલા બે લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી (PRO) હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા અને તેના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. આ બંન્ને કિરણ પટેલ સાથે Z+ સિક્યોરિટીનો આનંદ માણવા અને રોલા પાડવામાં સાથે હતા.જો કે કિરણ પટેલનો ભાંડો ફુટ્યો ત્યાર બાદ બંન્ને ગુજરાત પરત ફરી ગયા હતા. જો કે પોલીસ તપાસમાં આ બંન્નેના નામ સામે આવ્યા બાદ બંન્નેની ધરપકડ કરવામાં આવી છે.

CM ના PRO ના પુત્રને બચાવવા માટેનો તખ્તો તૈયાર
જય સીતાપરા નામનો વ્યક્તિ કોણ છે તે અંગે હજી સુધી કોઇ માહિતી નથી. માત્ર ધરપકડમાં તેનું નામ સામે આવ્યું છે. જો કે કિરણ પટેલ સાથે રોલા પાડવામાં આ વ્યક્તિ પણ સાથે હતો. આ યુવાને પણ કિરણ પટેલ ઉતરાંત અનેક જગ્યાએ પીએમઓના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી. જ્યારે આ ઠગ ટોળકીનો બીજો સભ્ય CMO ના PRO ના પુત્ર અમિ હિતેશ પંડ્યા છે. તે પોતે CCTV નેટવર્કિંગથી કંપની ચલાવે છે. તે પોતાના ધંધાના વિસ્તરણ માટે કાશ્મીર ગયો હતો. અમિત પંડ્યા પોતે પણ ગુજરાત ભાજપ પ્રદેશની મીડિયા વિંગનો ઇન્ચાર્જ છે. જો કે હાલ તો પોલીસ બંન્નેને સાક્ષી બનાવે તેવી શક્યતા છે.

ગુજરાત એટીએસ કે ગુજરાત પોલીસ કાંઇ પણ બોલવા તૈયાર નથી
જો કે હાલ આ મુદ્દે ગુજરાત ATS જમ્મુ કાશ્મીર પોલીસ સાથે રહીને પુછપરછ ચલાવી રહી છે. જો કે આ અંગે અધિકારીક રીતે ગુજરાત સરકાર કે એટીએસ કાંઇ પણ બોલવા તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાઠગ કિરણ પટેલ ન માત્ર ભાજપ પરંતુ RSS સાથે સંકળાયેલા અનેક નેતાઓ પણ જોડાયેલા છે.જો કે હાલ તો એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મહાઠગ કિરણ પટેલ સાથે Z+ સિક્યોરિટીની જયાફત ઉડાવનારા હિતેશ પંડ્યા અને જય સીતાપરાની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં બંન્ને સાક્ષી અને આરોપી બંન્ને છે.

ADVERTISEMENT

કથિત PMO ના અધિકારી ફસાયા અને CMO ના અધિકારીનો પુત્ર બચી જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અંગ્રેજી અખબારના દાવા અનુસાર કિરણ પટેલ સાથે બંન્નેએ તમામ VIP સુવિધાઓની જયાફત ઉડાવી હતી. જો કે કિરણ પટેલ માત્ર હવામાં હાથ વિંઝતો હતો જ્યારે આ બે વ્યક્તિઓ સાચા અર્થમાં વગરદારના પુત્રો અથવા તો સગા હોવાને કારણે આ બંન્નેને હવે સાક્ષી બનાવીને બચાવવાનો તખ્તો ઘડાઇ ચુક્યો છે. જેથી એક પ્રકારે કહી શકાય કે કિરણ પટેલને તમામ પ્રકારે બલિ ચડાવી દેવાની તૈયારી થઇ ચુકી છે. જ્યારે અન્ય બે સાચા વગદારોને સાક્ષી બનાવી બચાવી લેવાની તૈયારી છે.

જો કે આ અંગે અમે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી તથા અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યાનો સંપર્ક કરતા તેમણે આ અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેઓએ જણાવ્યું કે, હું પણ મીડિયાનો માણસ છું. હું આ અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા નથી માંગતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT