કચ્છમાં વાવાઝોડા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત
કચ્છ: કચ્છમાં ગઈકાલે રાત્રે બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાના કારણે ખૂબ જ નુકસાન સર્જાયું છે. આજે સવારથી જ કચ્છમાં જખૌ, માંડવી, ગાંધીધામ સહિતના શહેરોમાંથી તારાજીના દ્રશ્યો આવી…
ADVERTISEMENT
કચ્છ: કચ્છમાં ગઈકાલે રાત્રે બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાના કારણે ખૂબ જ નુકસાન સર્જાયું છે. આજે સવારથી જ કચ્છમાં જખૌ, માંડવી, ગાંધીધામ સહિતના શહેરોમાંથી તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે. ત્યારે જખૌ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનું ગઈકાલે મોડી રાત્રે ચાલુ ફરજ પર હાર્ટ એટેક આવતા મોત થયું છે. ત્યારે પોલીસકર્મીના મોતથી પોલીસ બેટામાં શોક છવાઈ ગયો છે.
જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSOને આવ્યો હાર્ટ એટેક
વિગતો મુજબ, જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSO અનિલ જોશી ગઈકાલે વાવાઝોડાના પગલે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે 1 વાગ્યે તેમનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તેઓ અંજારના રહેવાસી હતા અને તેમની નિવૃત્તિને માત્ર 6 મહિનાનો સમય બાકી હતો. ત્યારે વાવાઝોડા વચ્ચે ફરજ બજાવતા દરમિયાન અચાનક પોલીસકર્મીના મોતથી હવે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસ બેડામાં શોકનો માહોલ
નોંધનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગઈકાલે મોડી રાત્રે 10.30થી 11.30 વચ્ચે જખૌથી ઉપર બિપોરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદના કારણે કચ્છ સહિત દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર તથા અન્ય જિલ્લાઓમાં તબાહી સર્જાઈ હતી. જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ADVERTISEMENT
રાજ્યમાં વાવાઝોડાના કારણે 5120 વીજપોલ ધરાશાયી
રાજ્યમાં વાવાઝોડાને લઈ ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ મહત્વની જાણકરી આપી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વાવાઝોડાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. બીજી તરફ રાજ્યમાં 263 રસ્તા પ્રભાવિત થયા હતા. જેમાંથી 260 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. વાવાઝોડાના કારણે 5120 વીજપોલ ધરાશાયી થયા છે. ત્યારે વાવાઝોડાને પગલે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. બીજી તરફ કેશ ડોલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT