ડમીકાંડમાં બગદાણાના પોલીસ કોન્સ્ટેબલનું પણ નામ આવ્યું, 18 દિવસથી પોલીસ શોધી શકી નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાં સામે આવેલા તોડકાંડથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ડમીકાંડમાં એકબાદ એક આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. આ કાંડમાં ફરિયાદ નોંધાઈ તેને 18 દિવસ જેટલો સમય વિતી ગયો છે. ખાસ બાબત એ છે કે ફરિયાદમાં ભાવનગરનાં બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પણ ડમી ઉમેદવારના આરોપીમાં છે. જોકે આટલા દિવસ થતા છતા પોલીસ આ ફરાર પોલીસ કોન્સ્ટેબલને શોધી શકી નથી.

બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિનેશ બટુકભાઈ પંડ્યા એ પોતાના ભાઈ ભદ્રેશ પંડ્યાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. ફરિયાદ નોંધાઈ તેના 5 દિવસ પહેલાથી એટલે કે 11 તારીખ આસપાસથી બગદાણા પોલીસ મથકનો કોન્સ્ટબલ ફરાર થયો છે. ત્યારે ફરિયાદને 18 દિવસ વીતી ગયા બાદ હજુ પણ બગદાણા પોલીસ મથકનો કોન્સ્ટેબલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ કોન્સ્ટેબલને શોધવા પોલીસ તપાસ કરી રહી હોવાના દાવાઓ કરી રહી છે.

મહત્વનો સવાલ એ છે કે પોલીસ કોઈ આરોપીને શોધવા દિવસ રાત એક કરીને ગમે ત્યાંથી આરોપી શોધી શકે છે. ત્યારે ફરિયાદ નોંધાયાના 18 દિવસ વીતી ગયા બાદ પણ હજુ પોલીસ બગદાણા પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલને શોધી શકી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT