હડતાળ વચ્ચે ગુજરાત સરકારે તમામ 280 ડાયાલિસિસ કેન્દ્ર મોડી રાત સુધી ચલાવવાનો કર્યો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોપી ઘાંઘર.અમદાવાદઃ14-16 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાલને કારણે, ગુજરાત સરકારે તમામ તાલુકાઓમાં વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ચાલતા તમામ 280 કેન્દ્રોને મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની એન્ડ ડાયાબિટીસ, આ કાર્યક્રમની નોડલ એજન્સી, તમામ કેન્દ્રોને ડાયરેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ દર્દીને કોઈ સમસ્યાનો સામનો ન કરવા દે.

શિમલામાં ભારે વરસાદથી ભૂ-સ્ખલનમાં દટાયુ શિવમંદિર, 50 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ડાયાલિસિસના ભાવ ઘટાડા મામલે હડતાળ

ઉલ્લેખનીય છે કે PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસના દરમાં ઘટાડા સામે વિરોધ દર્શાવવા ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ આજથી ત્રણ દિવસ કામ કરશે નહીં અને કિડની ફેલ્યરમાં સૌથી મહત્ત્વની ડાયાલિસિસ સુવિધાઓ પણ બંધ રાખશે.

ગુજરાતના આરોગ્ય વિભાગના આ નિર્ણયથી ઘણા દર્દીઓ પરેશાન થવાથી બચી શકશે કારણ કે રાજ્યભરમાં હાલમાં A-ONE DIALYSIS પ્રોગ્રામના 280 સેન્ટરો ચાલી રહ્યા છે જ્યાં એક વર્ષમાં 4 લાખ ફ્રી ક્વોલિટી ડાયાલીસીસ કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં 30 કિલોમીટરના અંતરે એક્સેસ કરી શકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT