ગુજરાતમાં તૂટ્યા નરેન્દ્ર મોદીના સપનાઃ શૌચાલયમાં એવું ધુપ્પલ કે તંત્રને શરમ પણ ન આવી
હિતેશ સુતરિયા.અરવલ્લીઃ શૌચાલયને ઘરઘરમાં ઉપયોગ કરવામાં આવે, જાહેરમાં ગંદકી ના થાય તેવા ઉત્કૃષ્ટ હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શૌચાલય પર ઘણા ભાષણો કરવામાં આવ્યા.…
ADVERTISEMENT
હિતેશ સુતરિયા.અરવલ્લીઃ શૌચાલયને ઘરઘરમાં ઉપયોગ કરવામાં આવે, જાહેરમાં ગંદકી ના થાય તેવા ઉત્કૃષ્ટ હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શૌચાલય પર ઘણા ભાષણો કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકીનો એક હતો પણ વિશ્વગુરુ લેવલથી વિચારતું આપણું તંત્ર તેની કેવી હાલત કરી મુકે છે તે જોઈ સામાન્ય જનતાના સપનાનું ભારત તો છોડો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ આ ડ્રીમ તૂટ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. અરવલ્લીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ એક લાખથી વધુ શૌચાલયો બનાવવા માટે કરોડનો ખર્ચ કરાયો છે. પરંતુ આ ખર્ચ ખરેખર લેખે લાગ્યો છે કે કેમ ” તે બાબતે જિલ્લાવાસીઓમાં આશંકાઓ મોટી બની રહી છે. ત્યારે બાયડની અમોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં શૌચાલયના નામે ખાલી ખોખાં જોવા મળતા ગ્રામજનો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉપર છત નહીં, બારણું પણ નહીં! અને પાણી જશે ક્યાં?
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા ના અમોદરા અને અન્ય ગામોમાં લાખો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ અરવલ્લીમાં શૌચાલયોના નામે ખાલી ખોખાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકારણીઓનાં પેટમાં ફાળ પડી છે. ત્યારે બાયડની આમોદરા ગામ પંચાયતના પેટાપરા નાથાના મુવાડા ગામે શૌચાલયો બનાવવાના નામે મોટુંકૌભાંડ આચર્યું હોવાના ગામજનોએ આક્ષેપો કર્યાં છે, આ અંગે ગામના રહીશો અધિકારીઓની પોલ ખોલતાં કહ્યું કે, જોઈ લો આ છે શૌચાલયના નામે ઊભું કરેલું ખાલી ખોખું. નથી ઉપર છત કે બારણું, કે નથી ખાળકૂવો બનાવાયો. પાણીની કુંડી પણ નથી બનાવી. શૌચાલયના નામે ત્રણ બાજુ દિવાલ ઊભી કરી કૌભાંડીઓ રૂપિયા ચાંઉ કરી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા. બાયડના અન્ય ગામડાઓમાં પણ શૌચાલયોના નામે આવા ખોખાં બનાવ્યા હશે કે કેમ ? તેને લઇને ગ્રામજનોમાં શંકાઓ ઘેરી બની રહી છે. દિવાલો પરથી જેમ પોપડા ખરવા લાગે તેમ એક પછી એક ગામોમાં ભાંડા ફૂટીરહ્યો છે.
નવી ST બસમાં બેસી હર્ષ સંઘવી-સી આર પાટીલે કરી 35km મુસાફરી
માત્ર તાલુકા જ નહીં હવે તો જિલ્લાઓમાં પણ ઊભી થઈ શંકા
આમોદરા ગામ પંચાયતના પેટા પરા નાથાના મુવાડા ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, હવે માત્ર બાયડ તાલુકો જ નહીં પણ જિલ્લાના અન્ય તાલુકાઓમાં બનેલા શૌચાલય પણ શંકાના દાયરામાં છે. અન્ય તાલુકાઓના ગામડાઓમાં બનેલા શૌચાલાની તપાસ થવી પણ જરૂરી છે. બીજી તરફ શૌચાલયનું ભૂત ધુણતા અમુક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકારણીઓના પગ અત્યારથી ધ્રુજવા લાગ્યા છે. શૌચાલયો બનાવવાના નામે મલાઇ તારવનારાઓ સુધી રેલો પહોંચવાની પુરી શક્યતાઓ છે. અને આ ગામમાં પણ જેને લાભ મળવો જોઈએ તેને લાભ મળ્યો નથી, માત્ર’ને માત્ર શૌચાલય બનાવામાં ખાયકી કરવામાં આવી છે, તેવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જેથી આ મામલે જે ચોક્કસ લાભાર્થી છે તેમને લાભ મળવો જોઈએ, તેવી ગામ લોકો ની માંગણી છે સાથે ખોટું કરનારને સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે .
ADVERTISEMENT
શૌચાલય અરવલ્લીમાં, આધાર-પુરાવા અમદાવાદ…?
આ સમગ્ર મામલે બાયડના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી હતી. આ માહિતી માં ચોકાવનારી બાબતો બહાર આવી હતી. જે પણ અરજદારો એ શૌચાલય માટે અરજી કરી હતી. તેમાં કોઈ તારીખ નહોતી મારી… સાથે જ જે લોકો ના આધાર કાર્ડ અને પુરાવા અમદાવાદના હતા તેવા લોકો ને પણ અહી શૌચાલય ફાળવવામાં આવ્યા છે. એટલે આ બાબતે તપાસ થાય તો મસ મોટું શૌચાલયના નામે કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવે તેમ છે. કેટલાય અધિકારી કર્મચારી અને કોન્ટ્રકટરો સામે તપાસ કરવામાં આવે છે.
જિલ્લામાં એક લાખથી વધુ શૌચાલયો બનવા પાછળ કરોડો રૂપિયાથી વધુનો ધુમાડો કરાય પછી પણ આજે તેની સ્થિતિ શું છે ? જિલ્લા ના ગામેગામથી શૌચાલયોના નામની ફરિયાદો ઉઠી છે.ના ગરિકોએ પરસેવો પડી સરકારી તિજોરીમાં ટેક્સસ્વરૂપે જમા કરાવેલ નાણાનો દુરુપયોગ થયાનું ખુલતા લોકો રોષે ભરાયા છે જાગૃત નાગરિકો ગ્રામજનો કોભંડીઓંને કોર્ટમાં ઢસડી જવા સુધીની ત્યારી શરુ થાયની વિગતો મળી રહી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT