આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનો જામનગરના લોકોએ લીધો ભરપૂર લાભ, વાનગીઓની મજા માણી
જામનગર: શહેરની આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ’ દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને…
ADVERTISEMENT
જામનગર: શહેરની આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ’ દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી ‘આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો- 2023’નું આયોજન તા. 18 માર્ચથી આગામી તા. 21 માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જે સંપન્ન થયો છે. ત્યારે ચાર દિવસીય આ મેળામાં દરરોજ 15 થી 20 હજાર લોકો મુલાકાતે આવતા હતા. જેથી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં આત્યંરે સુધીમાં 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લઈ મેળાને વધાવી લીધો હતો
આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો- 2023માં મુલાકાતીઓ માટે અનેકવિધ આકર્ષણો, સારવાર કેમ્પ, ફોટોગ્રાફી પોઇન્ટ, આયુર્વેદ દવા- રોપા વિતરણ અને વાનગી મેળા જેવા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન્યો આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓ બનાવવામાં આવી હતી. ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ 500 જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
તૈયાર કરવામાં આવેલી 500 જેટલી વાનગી માંથી 86 વાનગીને પસંદ કરવામાં આવી હતી. 80 જેટલી પેકેટ ફૂડ આઈટમ્સ પણ તૈયાર કરવામાં આવી હતી. મિલેટ્સ આધારિત વિવિધ કુઝીન એક્સ્પોમાં જામનગરની જનતા માટે સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ રચાયો હતો. મેળામાં વિધાર્થીઓ દ્વારા લોકોને આ વાનગી બનાવવા અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ રિસીપી મેકિંગ અને પેમ્ફ્લેટસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર સહિતના વિસ્તારના લોકોએ આ મેળાનો લાભ લીધો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
વિના મૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સેવા
આ આયુર્વેદ એક્સ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી જન સ્વાસ્થ્યને મજૂબત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે. અહીંયા મુલાકાતીઓને સવારે 10:00થી 01: 00 અને સાંજે 04: 00થી 07: 00 વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સેવા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT