વિદેશોમાં સોનેરી તકો વચ્ચે પાસપોર્ટ ઓફિસની કામગીરી ખોરવાઈઃ લાગી રહ્યા છે મહિનાઓ

ADVERTISEMENT

વિદેશોમાં સોનેરી તકો વચ્ચે પાસપોર્ટ ઓફિસની કામગીરી ખોરવાઈઃ લાગી રહ્યા છે મહિનાઓ
વિદેશોમાં સોનેરી તકો વચ્ચે પાસપોર્ટ ઓફિસની કામગીરી ખોરવાઈઃ લાગી રહ્યા છે મહિનાઓ
social share
google news

અમદાવાદઃ ગુજરાતીઓને વિદેશ જવાની કેવી ઈચ્છાઓ છે તે આપણે જાણીએ છીએ. વિદેશ જવા માટે પાસપોર્ટ જોઈએ અને જો આપ કે આપના કોઈ પરિચિત વ્યક્તિ પાસપોર્ટ રિન્યુ કે નવું કઢાવવાની તૈયારીઓમાં છો તો પહેલા આ સમાચાર જાણી લે જો. છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ માટેની અરજીઓ એટલી હદે મળી રહી છે કે તેા કારણે પાસપોર્ટ ઓફિસની કામગીરી જ ખોરવાઈ ગઈ છે. જે પાસપોર્ટ અત્યાર સુધીમાં મહિને દોઢ મહિને આપ ઘરે મેળવી લેતા હતા તે પાસપોર્ટનું હાલનું સ્ટેટસ જાણવામાં પણ એક મહિનો લાગી જાય છે.

વિવિધ દેશોમાં સોનેરી તકો વચ્ચે મુશ્કેલી મોટી
હાલમાં જ કોરોના કાળ દરમિયાન પાસપોર્ટને લગતી ઘણી કામગીરીઓ અટવાયેલી હતી. ઉપરાંત વિદેશ જવા, રિન્યુ કરવા, નવી અરજી કરવાથી લઈ ઘણા લોકોને હાલ સોનેરી તક મળતી હોય તેવી રીતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેનેડા સહિત ઘણા દેશોએ વધુ સ્ટુડેન્ટ્સ, પીઆર, વગેરેને લગતા આવકારદાયક અભિગમ અપનાવ્યા છે. કોરોના કાળ પછી આવા ઘણા દેશોમાં મોટી અસર પડી હતી. દરમિયાનમાં વિવિધ દેશોની ઈકોનોમીને પણ અસર પડી હતી. જોકે આ સ્થિતિઓ વચ્ચે ભારતમાં પણ લોકડાઉનનો લાંબો દૌર રહ્યો. નિયમો હળવા કરતા કરતા કોરોનાએ વર્ષો કાઢી નાખ્યા. જોકે તે સમયાંતરમાં ઘણા લોકોએ પોતાના પાસપોર્ટની અરજી, રિન્યુ અરજી, પાસપોર્ટમાં ફેરફારોથી લઈ ઘણી અરજીઓ કરી શક્યા ન હોઈ હવે આ તમામ અરજીઓ આવવાની ગતિ એટલી વધી ગઈ છે કે, પાસપોર્ટ સેવાની કામગીરીઓમાં મોટી મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની મારુતિની તૈયારીઓઃ આ લોકેશન્સ પર ટકી છે નજર

ધીમી ગતિના કામે લોકોની વધારી પરેશાનીઓ
હાલમાં જોઈએ તો સામાન્ય સંજોગો કરતા ત્રણ ગણો વધારે ધસારો છે જેના કારણે પાસપોર્ટ માટેની ડેટ્સ પણ મહિનો મોડી મળે છે. જ્યારે બીજી બાજુ અમેરિકા જેવા દેશોના વિઝાની એપોઈન્ટમેન્ટ પણ 1 મહિનામાં મળતી થઈ ગઈ છે. આ બધા દેશોએ પણ કોરોના કાળ જોયો છે. વિઝાની કામગીરી ત્યાં બંધ હતી, વેઈટિંગનું લાંબુ લિસ્ટ થતુ જતું હતું ત્યા પણ હવે કામગીરી ફાસ્ટ થતા જેટલા ઝડપી અહીં વિઝા માટેની એપોઈન્ટમેન્ટ મળી જાય છે તેના કરતા વધુ ધીમેથી હાલ પાસપોર્ટ માટે કામગીરી થઈ રહી છે.

ADVERTISEMENT

પોલીસ ક્લિયરંસ માટે જ હાલમાં દોઢ મહિનો ખેંચાઈ જાય છે. બધી જ પ્રકર્યિ પુરી થયા પછી પ્રિન્ટિંગ અને ડિસ્પેચમાં બીજા દસ દિવસ જતા રહે છે. પાસપોર્ટની લગભગ દરેક પ્રક્રિયામાં હાલ વિલંબ થવા લાગ્યો છે. વિદેશમાં પીઆર માટે પોલીસ ક્લિયરન્સનું સર્ટી અત્યંત જરૂરી છે તે પણ મળવામાં સમય વ્યય થઈ રહ્યો છે. એક તરફ વિદેશમાં ભણવા અને કમાવા જતા લોકોની મહત્વકાંક્ષાઓ વચ્ચે અઢળક તકો શરૂ થઈ છે ત્યાં પાસપોર્ટ ઓફિસનું કામ ગોકળગાયની જેમ ચાલી રહ્યું છે. મંથરાગતિથી ચાલતી પાસપોર્ટ ઓફિસ પર આપણા ઘણા વિદ્યાર્થીઓના ભાવી પણ મંથરગતિથી ચાલવા લાગ્યા છે. હાઈ સ્પીડ ટ્રેન, હાઈ સ્પિડ ઈન્ટરનેટ, હાઈ સ્પીડ હાવેઝને વાતો વચ્ચે આપણને નડતી લો સ્પિડની કામગીરીઓથી લોકોના જીવનના વર્ષોનું ધોવાણ થઈ રહ્યું છે. ફક્ત એપોઈન્ટમેન્ટ લેવામાં જ નવા-રિન્યુ પાસપોર્ટમાં 45 દિવસ, તત્કાલ પાસપોર્ટમાં 25 દિવસ અને પોલીસ ક્લિયરન્સમાં 45 દિવસ લાગી રહ્યા છે. તો બીજી બાજુ અરજી સબ્મિટ કર્યા પછી પુછપરછમાં 15 દિવસ અને પાસપોર્ટ પ્રિન્ટિંગ થયા પછી ડિસ્પેચમાં 10 દિવસ લાગી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટ અને સરકારની ખેંચતાણ વચ્ચે 4 હાઈકોર્ટમાં 13 જજની નિયુક્તિ

આ અંગે આરપીઓ રેન મિશ્રા કહે છે કે, અમે આ અંગે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોર્યું છે. દર શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રાખવાની મંજુરી માગી છે. મંજુરી મળે તો ઘણું વેઈટિંગ લિસ્ટ ઓછું કરી શકાય. હાલ 800 એપોઈન્ટ મેન્ટ પર ડે ને વધારી 860 કરી છે છતા અરજીઓ સામે આટલું પુરતું નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં એક કર્મચારી પર દિવસની 200 ફાઈલ ગ્રાન્ટ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT