Panchmahal : વરરાજાને ખભે બેસાડી ઝૂમી રહેલો યુવક ઢળી પડ્તા થયું મોત, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

Panchmahal : રાજ્યમાં ક્રિકેટ રમતા કે યોગ કરતી વખતે હાર્ટ એટકના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન હવે લગ્નમાં વરરાજાને લઈ નાચતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને મોત થયું છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામનો એક બનાવ સામે આવ્યો છે. કે જેમાં વરરાજાને ખભે બેસાડી ઝુમતા યુવકને અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યો હતો. જોકે ત્યારબાદ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવતા ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગત રાત્રીના યુવક મિત્રના લગ્નમાં વરઘોડો હોવાથી વરરાજાને ખભે બેસાડી ખુશીથી ઝૂમી રહ્યો હતો. યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. ત્યારે હોસ્પિટલ પર લઈ જતાં તેને મૃત જાહેર કરતાં લગ્નણો ઉત્સવ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

યુવક અચાનક ઢળી પડ્યો
રાત્રે નીકળેલા વરઘોડામાં વરરાજાને ખભે બેસાડી ડીજેના તાલે નાચી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો હતો. એટેક આવતા મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં લગ્નના વરઘોડામાં ડીજેનાં તાલે ઝુમતા યુવકનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: Dr chag suicide case: સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

ADVERTISEMENT

મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં રામભાઈ સવાભાઇ બામણીયાના પુત્ર જુવાન કુમારના લગ્ન હતાં. ત્યારે વરઘોડામાં વિનોદભાઈ રમેશભાઇ પારગી દ્વારા જુવાન કુમારને ખભે બેસાડી અને નચતો હતો. ત્યારે અચાનક પડી ગયો અને મોત થયું છે. પ્રાથમિક તરરણ એટેક આવ્યો હોવાનું લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવા બનાવો માં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંયક ક્રિકેટ રમતા રમતા મોત થઈ રહયું છે. તો ક્યાંય યોગ કરતાં કરતાં મોત થઈ રહ્યું છે. ત્યારે આ બનાવથી સમગ્ર રાજાયતા ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: શાર્દૂલ ગજ્જર, પંચમહાલ )

    follow whatsapp

    ADVERTISEMENT