મહેસાણામાં કોલેજમાં મૃત મળેલી યુવતી મામલે ચોંકાવનારો ખુલાસો, સાથે ભણતો પાગલ પ્રેમી નીકળ્યો હત્યારો

ADVERTISEMENT

mehsana
mehsana
social share
google news

મહેસાણા: મહેસાણામાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીની બિલ્ડીંગમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટનાના બે દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ યુવતીએ આપઘાત નહોતો કર્યો પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.

સાથી વિદ્યાર્થીએ કરી યુવતીની હત્યા
વિગતો મુજબ, ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.

ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી યુવતી
21 વર્ષની તિતિક્ષા પટેલ વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ સંકુલમાં અભ્યાસ કરતી હતી. તે ફાર્મસીના છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી અને વલસાડના ઉમરગામના કચ્છી ગામમાં રહેતી હતી. કોલેજની લેબમાંથી તેની લાશ મળી આવતા પરિવારે તેમની દીકરી આપઘાત ન કરે તેમ જણાવીને હત્યાની આશંકા દર્શાવી હતી. ત્યારે પોલીસ તપાસના અંતે યુવતી સાથે અભ્યાસ કરતો યુવક જ હત્યારો નીકળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT