‘ભાજપે દેશને OBC વડાપ્રધાન આપ્યા’- અમિત શાહે અમદાવાદમાં આ શું કહ્યું
અમદાવાદઃ કોઈ સમાજનાના પ્રેસિડેન્ટ મળવા, કોઈ સમાજના મુખ્યમંત્રી કે પક્ષ પ્રમુખ મળવા વગેરે છેલ્લા કેટલાક સમયથી વધારે જોવા કે સાંભળવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત…
ADVERTISEMENT
અમદાવાદઃ કોઈ સમાજનાના પ્રેસિડેન્ટ મળવા, કોઈ સમાજના મુખ્યમંત્રી કે પક્ષ પ્રમુખ મળવા વગેરે છેલ્લા કેટલાક સમયથી વધારે જોવા કે સાંભળવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત આવેલા ગૃહ પ્રધાને તો વડાપ્રધાનને પણ એક સમાજમાં ગોઠવી દિધા હતા. તેમના આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાય તો પણ નવાઈ નહીં.
ટીટોડી 4 ઈંડા મુકે તો શું?: અંબાલાલે કહ્યા વરસાદના વરતારાના આ ખાસ આઈડિયા
શાહના આ નિવેદનથી છંછેડાઈ શકે છે વિવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તેમણે રવિવારે ગુજરાતની નવી 321 એસટી બસને લીલી ઝંડી આપવા, મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપવા, અમ્યુ કો.ના કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલ, નારણપુરા જિમ્નેશિયમ, છારોડી તળાવ વગેરે જેવી યોજનાઓના લોકાર્પણ કર્યા હતા. દરમિયાન તેમણે અમદાવાદમાં રવિવારે સાંજે તેમણે કોંગ્રેસ પર એક જાહેર સભામાં ઘણા પ્રહારો કર્યા હતા. તેમણે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ક્યારેય ઓબીસી સમાજને મહત્વ આપ્યું ના હોવાનું કહ્યું છે. તેમણે આ દરમિયાન એવું પણ કહ્યું કે ભાજપે ઓબીસી સમાજના વડાપ્રધાન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં વડાપ્રધાન સંપૂર્ણ દેશના હોય ત્યાં કોઈ એક નિશ્ચિત સમાજ માટે કરવામાં આવેલા આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT