નવસારી: ‘દિકરા… પાછો આવી જા દિકરા…’- ડૂબી ગયેલા પુત્રને ગુમાવતા પિતાનો ભારે આક્રંદ સાંભળી લોકોની પણ આંખો અશ્રુભીની
નવસારીઃ પાલિકા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમે યુવકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. ઘટના નવસારીના બોર્ડ નંબર 13ના જયશંકર પાર્ટી પ્લોટની છે. જ્યાં…
ADVERTISEMENT
નવસારીઃ પાલિકા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમે યુવકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. ઘટના નવસારીના બોર્ડ નંબર 13ના જયશંકર પાર્ટી પ્લોટની છે. જ્યાં પિતા-પુત્ર ગટર પાસેના ખાડામાં લપસી ગયા હતા. આ ઘટનામાં યુવકનું મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. પોતાના સંતાનને ગુમાવતા પિતાની હાલત કેવી થાય તેનો અંદાજ માત્ર ધ્રુજાવનારો હોય છે. પિતાની નજર પુત્રને નાળાના પાણીમાં સતત શોધી રહી હતી પરંતુ ક્યાંય તે ના દેખાતા તેણે પોક મુકી હતી કે દિકરા વીરા પાછો આવી જા… લોકોની પણ પિતાનો આ આક્રંદ જોઈ આંખો ભીંજાઈ ગઈ હતી.
સુરતમાં ટ્રાફિક પોઈન્ટથી ગાયબ TRB જવાન ગુજરાત તકની ટીમને જોઈ ભડક્યા- Video
પિતા બચી ગયા પણ પુત્ર ના બચી શક્યો…
વિગત મુજબ, ઘટના દરમિયાન પિતા ગટરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જ્યારે યુવક બહાર નીકળવામાં નિષ્ફળ ગયો હતો. આ જીવલેણ ઘટના બાદ તાત્કાલિક નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની મદદ લેવા વિનંતી કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે ટીમ મોકલીને યુવકની શોધખોળ શરૂ કરી છે. જો કે ત્યાં પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી ફાયર બ્રિગેડની ટીમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના સતત વધતા પ્રવાહને કારણે સર્ચ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, જેના કારણે હજુ સુધી યુવકને શોધવામાં સફળતા મળી નથી.
અધિકારી સાથે વધુ સંખ્યામાં ટીમો આવતાં ટૂંક સમયમાં યુવાનની શોધખોળ હાથ ધરાશે તેવી અપેક્ષા છે. આ અકસ્માત પરિવારના દુઃખી થયેલા અન્ય સભ્યો પણ આવી ગયા હતા. નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા પણ સંપૂર્ણ મદદ કરવામાં આવી રહી છે. આ દુઃખદ સમયમાં લોકો પણ પરિવાર પ્રત્યે વધુ સહકાર બતાવી રહ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT