નાસિક-શિરડીથી પાછા સાણંદ આવતી બસ સાપુતારામાં મોડી રાત્રે બસ પલટી ખાઈ ગઈઃ 38 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
ડાંગઃ હિલ સ્ટેશન સાપુતારા ખાતે એક અકસ્માતમાં પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માત દરમિયાન બસમાં 56 પ્રવાસીઓ હતા. અકસ્માતમાં 38 લોકો ઈજાગ્રસ્ત…
ADVERTISEMENT
ડાંગઃ હિલ સ્ટેશન સાપુતારા ખાતે એક અકસ્માતમાં પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માત દરમિયાન બસમાં 56 પ્રવાસીઓ હતા. અકસ્માતમાં 38 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. ગત મોડી રાત્રે બનેલા આ અકસમાતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને આસ પાસની હોસ્પિટલ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બસ સાણંદથી નાસિક અને શિરડી જેવા ધર્મ સ્થાનો પરથી પાછી આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
ગુજરાત સ્કૂલ બોર્ડે મંજુર કરેલી નવી 68 માધ્યમિક શાળાઓમાં મોટાભાગની અંગ્રેજી માધ્યમની
ઘાયલોને વિવિધ હોસ્પિટલ્સમાં ખસેડાયા
હિલ સ્ટેશન સાપુતારાના માલેગાંવ ઘાટ પર મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી ગઈ હતી. જોકે મોટી જાનહાની આ ઘટનામાં ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. અહીં અમદાવાદના સાણંદથી નાસિક, શિરડી ધાર્મિક સ્થળોની યાત્રા કરીને પાછા આવી રહેલા યાત્રાળુઓની બસ માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપરના ઘાટ માર્ગ પર આવેલા વળાંકમાં બ્રેક ફેલ થઈ જતા પલટી ગઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. બસમાં કુલ 56 પ્રવાસીઓ હતા જેમાંથી 38 ઘાયલ થયા હતા. ઘાયલ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી તેવા 13 લોકોને સમગહાન પીએચસી સેન્ટર, 20ને આહવા સિવિલ હોસ્પિટલ અને વધુ ગંભીર ઈજાઓ થઈ તેવા 5 યાત્રાળુઓને સુરત ખાતે હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT
ADVERTISEMENT