નડિયાદ મોટું છે અને સફાઈકર્મીઓ ઓછાઃ ભરતી કરવાની માગને લઈ કામદારોએ કલેક્ટરને આપ્યું આવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ ખેડામાં આજે વધુ એક સંઘે આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ પુર્ણ કરવા રજૂઆત કરાઈ છે. પહેલા હેલ્થ વર્કર, એમજીવીસીએલના કર્મચારીઓને હવે અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘ ખેડા જિલ્લા દ્વારા પોતાના પડતર પશ્નોની રજૂઆત પાલીકા, MLA, તથા કલેકટરને કરાઈ છે.

પગારને લઈને પણ ઘણી સમસ્યાઓઃ સંઘ

31 જુલાઇ સફાઈ કામદાર દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું સમાધાન ન થતા નડિયાદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આજના દિવસે પોતાના પડતર પ્રશ્નો અંગે અવાજ ઉઠાવ્યો છે. ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને ના છૂટકે હવે પાલીકાના ચીફ ઓફિસર, MLA તથા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાની ફરજ પડી છે. સફાઈ કામદારોની મુખ્ય 8 જેટલી માંગણીઓ છે, જેનુ નિરાકરણ લાવવા તંત્ર સામે મીટ માંડીને બેઠા છે. અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘ ખેડા જિલ્લા હેઠળ અપાયેલ આવેદનપત્રમા કરેલ માંગણીઓ અનુસાર , ” નડિયાદ શહેરના ક્ષેત્રફળ પ્રમાણે સફાઈ કામદારોની પુરતી સંખ્યા નહી હોવાથી વધુ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે, 22 જેટલા કાયમી કરાર સફાઈ કામદારોના સરકારના નિયમ મુજબ માસીક પગારમાંથી નિયમીત પણે દર મહીને સી.પી.એફ. ના નાણાંની કપાત કરવી, નગર પાલીકામાં દૈનીક લઘુતમ વેતનના પગારો મેળવતા સફાઈ કામદારોના સરકારના ધારા ધોરણ પ્રમાણે કામદારના માસીક પગારમાંથી દર મહીને નિયમીતપણે ઈ.પી.એફ. ના ફંડ પેટે પગારમાંથી કપાત કરવા, વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની મંજુર થયેલી મહેકમી જગ્યામાં 100 ભરતી કરવા બાબત, નગર પાલીકાના કાયમી સફાઈ કામદારોના બે જેટલા બાકી બોનસના તાત્કાલીક ચુકવણ કરી આપવા સહિતના મુદ્દાઓની રજૂઆત કરાઈ છે. ”

Gujarat સરકારને મોટી નિષ્ફળતા! Foxconn તમિલનાડુમાં લગાવશે પોતાનો પ્લાન્ટ

એક બાજુ નડિયાદ નગર પાલિકાનો વિસ્તાર મોટો છે તો આ શહેરમાં દર ક્ષેત્રફળ પ્રમાણે સફાઈ કામદારો ન હોવાથી હાલાકી પડી રહી છે. વસ્તી પ્રમાણે 1500 સફાઈ કામદાર હોવા જોઈએ જેની જગ્યાએ 135 છે. જેને લઈ કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે. એવામાં 31 જુલાઈ 1968ના દિવસે દિલ્હીમાં સફાઈ કામદારો તથા સફાઈ કામદારોના આગેવાનોએ તેમની જુદી જુદી ન્યાયી માંગણીઓ મંજુર કરાવવા માટે સફાઈ કામદારોએ આ દિવસે ગોળીઓથી વીંધેલા તેમજ કામદારોએ તે માંગણીઓ મંજૂર કરાવવા માટે પોતે કુરબાનીઓ આપી હતી. અને માંગણીઓ મંજુર કરાવવા માટે આપેલ કુરબાની રંગ લાવી હતી. ત્યારે આજે આ દિવસને યાદ કરતા આ અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા કરાયેલ રજૂઆત રંગ લાવે છે કે કેમ ? તે જોવુ રહ્યું..

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT