ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના રાજીનામા બાદ મુકુલ વાસનિક બન્યા નવા પ્રભારી
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી તરીકે મુકુલ વાસનિક મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે ના પદ પર રહેલા રઘુ શર્માના રાજીનામા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી તરીકે મુકુલ વાસનિક મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે ના પદ પર રહેલા રઘુ શર્માના રાજીનામા પછી આ પદ ખાલી હતી. આ પદ ખાલી રહેતા અહીં લાંબા સમયથી નિયુક્તિની વાતો વહેતી થઈ રહી હતી. જોકે તમામ ચર્ચાઓ અને વાતો વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા છે.
ભારત મોંઘવારી પર બ્રેક મારવા રશિયા પાસેથી આ વસ્તું ડિસ્કાઉન્ટમાં ખરીદશે
લોકસભાની ચૂંટણી પહેલા વાસનિકને મળી મહત્વની જવાબદારી
કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મુકુલ વાસનિકને ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આપને અહીં એ પણ જણાવી દઈએ કે આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી દરેક રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં લોકસભાની બેઠકો પર કોંગ્રેસ કેટલું પ્રબળતાથી ઉતરે છે તેનો હજુ કોઈ ક્યાસ કઢાયો નથી પરંતુ આ ચૂંટણી થાય તે પહેલા મુકુલ વાસનિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ મુકુલ વાસનિક રાજ્યસભાના સાંસદ છે અને હવે તેઓ આ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકેનો પદભાર પણ સંભાળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT