મહોરમની રજા થઈ રદ્દઃ ગુજરાતમાં ચાલુ રહેશે શાળાઓ, જાણો શું કહે છે પરિપત્ર
અમદાવાદઃ 29મી જુલાઈએ એટલે કે આવતીકાલે મુસ્લિમ ભાઈઓનો પવિત્ર મહોરમ પર્વ છે. જેમાં સામાન્યતઃ શાળાઓમાં રજા હોય છે પરંતુ આ વખતે શાળાઓમાં જાહેર કરાયેલી રજા…
ADVERTISEMENT
અમદાવાદઃ 29મી જુલાઈએ એટલે કે આવતીકાલે મુસ્લિમ ભાઈઓનો પવિત્ર મહોરમ પર્વ છે. જેમાં સામાન્યતઃ શાળાઓમાં રજા હોય છે પરંતુ આ વખતે શાળાઓમાં જાહેર કરાયેલી રજા પાછી ખેંચવાનો પરિપત્ર સામે આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારના નોટીફિકેશનન પ્રમાણે શાળાઓ ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે નવી શિક્ષણ નીતિને ત્રણ વર્ષ થવા જઈ રહ્યા છે.જેનું શિક્ષણ જગતને લઈને વડાપ્રધાન દ્વારા અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે. જેથી ધોરણ 9થી 12ની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં શું લખાયું છે?
ગાંધીનગર શાળા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં લખાયું છે કે, આગામી 29, 30 જુલાઈએ ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ’ને ત્રણ વર્ષ પુરા થતા હોઈ તે નિમિતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક્તા મંત્રાલયના સહયોગ થકી ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના રાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઈ દેશમાં વિવિધ પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા 29મીએ India Trade Promotion Organization (TPO), નવી દિલ્હી ખાતે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે. ઉદ્ઘાટન બાદ શાળા શિક્ષણના 4 સેશન સહિત કુલ 16 વિષયલક્ષી સેશન 29 અને 30 જુલાઈ 2023 દરમિયાન યોજાનાર છે.
ભારતમાં પાસપોર્ટ-વિઝા વગર પકડાઇ પાકિસ્તાની યુવતી, ચોંકાવનારી છે કહાની
પ્રસ્તૃત કાર્યક્રમ માટે 29 જુલાઈએ સવારે 9થી 12 દરમિયાન રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ વેબકાસ્ટ નિહાળી શકે તે રીતે આયોજન કરવાનું છે. 29મીએ બપોરે 2 વાગ્યા સુધી શાળા કક્ષાએથી કેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ આ જીવંત પ્રસારણ જોયું તેની વિગતો મેળવી જિલ્લાની વિગતો સાથે સામેલ પત્રક પ્રમાણે ભરી સોફ્ટ કોપી મેઈલ પર બિનચુક રીતે મોકલવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT